હરિદ્વાર મહાકુંભઃ કોરોનાના સંક્રમણનો વ્યાપ વધતો જોઈને નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પુરીએ તેમના અખાડા તરફથી કુંભ સમાપ્ત થયાની ઘોષણા કરી…

 

  કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કર્યા વિના લાખો લોકોએ હરિદ્વારના મહાકુંભમાં ગંગામાં શાહી સ્નાન કર્યું હતું..સચિવ રવિન્દ્ર પુરીએ જમાવ્યું હતું કે, કંભનું મુખ્ય શાહી સ્નાન પતી ગયું છે. તેમના અખાડાના સાધુ- સંતોમાં કોરોના સંક્રમણના લક્ષણો જોવા મળી રહ્યા છે. આથી કુંભના સમાપનનું એલાન કરવું જરૂરી છે. નિરંજની અખાડા દ્વારા આ પ્રકારના સમાપનની જાહેરાત કરવામાં આવ્યા બાદ અન્ય પાંચ સન્યાસી અખાડાઓ પણ પોતાના અખાડાના સાધુ- સંતો માટે સમાપનની ઘોષણા કરે એવી શક્યતા છે. કોરોનાને કારણે આ વરસે કુંભના મેળાની શરૂઆત જાન્યુઆરીના બદલે એપ્રિલની પહેલી તારીખથી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સને અનુસરીને, કદાચ કુંભની સમય મર્યાદા  ઘટાડવામાં આવશે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન સંક્રમણના 2, 167 નવા કેસ નોંધાયા હોવા છતાં અધિકારીઓ માની રહ્યા છે કે, કુંભનું સમાપન 30મી એપ્રિલે જ કરવામાં આવશે. દેશમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો હોવા છતાં આવા ભયજનક માહોલમાં પણ કુભમેળાનું આયોજન કરવામાં આવ્યું એ અંગે અનેક લોકો સવાલ ઊઠાવી રહ્યા છે. લોકોના જીવનની , એમની સલામતીની પરવા સરકારે કરવી જોઈએ. કોરોનાનું સંક્રમણ મોટેભાગે જીવલેણ નીવડતું હોય છે, તે વાત સરકાર  તેમજ વહીવટીતંત્ર જાણતું હોવા છતાં આ કુંભ માટે પરવાનગી આપવામાં આવી તે યોગ્ય ન ગણાય .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here