હરિદ્વારમાં પાંચ દિવસીય રાષ્ટ્રીય મુખ્ય યોગ શિક્ષક શિબિર

હરિદ્વારમાં પાંચ દિવસીય રાષ્ટ્રીય મુખ્ય યોગ શિક્ષક શિબિર યોગગુરુ બાબા રામદેવજીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં સમગ્ર ભારતમાંથી સાત હજાર કરતાં વધારે સહયોગ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ યોગ શિબિરમાં નડિયાદથી ચાર સહયોગ શિક્ષકોએ ભાગ લીધો હતો, જેમાં અર્ચના ભાર્ગવ પરીખ, કોમલ તુષાર ગાંધી, દિનેશરાય મહેતા અને બંસીભાઈ વ્યાસ સહિત શિક્ષકો યોગગુરુ સ્વામી રામદેવ સાથે નજરે પડે છે. (ફોટોઃ ગુજરાત ટાઈમ્સ સંકલન)