સ્વામી સચ્ચિદાનંદજી આશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા અનાજ કીટનું વિતરણ

 

પેટલાદઃ  પેટલાદ તાલુકાના દંતાલી ગામમાં આવેલ સ્વામી સચ્ચિદાનંદ આશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા દંતાલી અને આજુબાજુના ગામોના જરૂરિયાતમંદ લોકોમાં ૧૨૦૦ જેટલી આનાજની કિટનું વિતરણ કરાયું હતું. કલેક્ટર આર. જી. ગોહિલે જણાવ્યું હતું કે જ્યારે પણ કોરોના જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે સ્વામી સચ્ચિદાનંદ દ્વારા સેવાકિય પ્રવૃત્તિઓ કરી જનસેવામાં મહત્ત્વનો ફાળો આપવામાં આવ્યો છે. તેમણે દુષ્કાળના સમયે પણ સેવાની પહેલ કરી રસોડા શરૂ કરીને લોકોને અન્ન પૂરું પાડ્યું હતું, પશુઓ માટે પણ સેવા આપી હતી. હાલમાં કોરોના વાઈરસનો પ્રકોપ દેશમાં ચાલી રહ્યો છે. ત્યારે પ્રત્યેક નાગરિકની પણ જવાબદારી બને છે કે સરકારના નિયમોેનું ચૂસ્તપણે પાલન કરીયે તેમ તેમણે જણાવ્યું હતું