સ્વામી મુકુંદાનંદ ઉનાળા દરમિયાન અમેરિકામાં 30 શહેરોના પ્રવાસે

ન્યુ યોર્કઃ સ્વામી મુકુંદાનંદ ઉનાળા દરમિયાન અમેરિકાના 30 દિવસના પ્રવાસે છે. સ્વામી મુકુંદાનંદ કહે છે કે આનંદ અને પરિપૂર્ણતા માટેની શોધ એ પ્રેક્ટિકલ જરૂરિયાત છે, ઉત્તમ આદર્શ નથી.

સ્વામી મુકુંદાનંદે અનુક્રમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી પોતાની ડિગ્રીઓ મેળવી હતી.
તેમણે કોર્પોેરેટ જોબ મેળવી હતી, પરંતુ 23 વર્ષની વયે સંન્યાસ લેવા માટે પ્રોફેશનલ કેરિયર છોડી દીધી હતી.
છેલ્લા બે દાયકા દરમિયાન તેઓ અમેરિકા, ભારત, નેપાળ અને સિંગાપોરનાં વિવિધ રાજ્યોના પ્રવાસો કરી રહ્યા છે.
તેઓ જગદ્ગુરુ શ્રી કૃપાળુજી મહારાજના વરિષ્ઠ શિષ્ય અને જેકેયોગના સ્થાપક છે. જેકેયોગ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, જે યોગા અને આધ્યાત્મિકતા થકી માનવીની આધ્યાત્મિક, માનસિક-શારીરિક સુખાકારી માટે સમર્પિત છે. ગૂગલ અને ઓરેકલ સહિત વિવિધ કંપનીઓમાં સ્વામીજીને પ્રવચનો માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
તેમણે પ્રિન્સ્ટન, સ્ટેનફોર્ડ, કેલોગ, એમઆઇટી, ડ્યુક યુનિવર્સિટી સહિત વિવિધ પ્રતિષ્ઠત યુનિવર્સિટીઓમાં કાર્યક્રમો હાથ ધર્યા છે. બાળકો માટે તેમણે ‘બાલ મુકુંદ’ નામનો સ્પેશિયલ પર્સનાલિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ પ્રસ્થાપિત કર્યો છે.
સ્વામીજીનો ન્યુ જર્સીમાં એક અઠવાડિયાનો કાર્યક્રમ રહેશે. સેશનના પ્રથમ ભાગમાં યોગા અને મેડિટેશન પર ધ્યાન અપાશે. બીજા સેશનમાં આધ્યાત્મિક પ્રવચનો-ભક્તિમય મંત્રોચ્ચાર કરાશે. પોતાના કાર્યક્રમોમાં સ્વામીજી મધુર ભજનો રજૂ કરશે.