સ્વામી માધવપ્રિયદાસજી (SGVP) તરફથી ગુજરાત ટાઈમ્સને શુભાશિષ

ગાંધીનગરઃ અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલા છારોડી ખાતે SGVP ગુરુકુલનાં સ્વામી માધવપ્રિયદાસજી સાથે ગુજરાત ટાઈમ્સનાં પ્રતિનિધિ દિગંત સોમપુરાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. સ્વામી માધવપ્રિયદાસજીએ ગુજરાત ટાઈમ્સનાં માલિક – પ્રકાશક ડો. સુધીર પરીખ, અમેરિકાનાં વાચકો અને ગુજરાત ટાઈમ્સ પરિવારને નવા વર્ષ નિમિત્તિ આર્શીવાદ પાઠવ્યા હતાં. શિક્ષણ, આયુર્વેદ, તબીબી ક્ષેત્રે અલૌકિક રીતે સામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ SGVPનાં શૈક્ષણિક સંકુલો આશ્રમો ગુજરાતભરમાં ફેલાયેલા છે. તેની સુવાસ અમેરિકા, યુકે, કેનેડે, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા સહિત અનેક દેશોમાં ફેલાયેલી છે. તાજેતરમાં નવા વર્ષ નિમિત્તે ગુજરાત ટાઈમ્સ વતી દિગંત સોમપુરા અને સ્વામી માધવપ્રિયદાસજીને મળવાનો સુખદ પ્રસંગ બન્યો હતો. સ્વામીજીએ અમેરિકાનાં હરિભક્તો, વાચકો સહિત સૌને નવા વર્ષનાં વધામણા આપ્યા હતા. સ્વામીજીએ આ સમયે સ્વ. સુરેશ જાનીને વિશેષ યાદ કર્યા હતાં. દિગંત સોમપુરા સાથે જાણીતા ચિત્રકાર સ્વ. મહેન્દ્ર કડીયાનાં ભત્રીજા ગીરીરાજ કડિયા પણ જોડાયા હતાં.