સ્વાતંત્ર્યદિન નિમિત્તે માનનીય રાષ્ટ્રપતિ કોવિંદજીએ પ્રજાજોગ સંદેશ આપ્યો …

0
983

 

માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ પોતાના રાષ્ટ્રવ્યાપી પ્રવચનમાં દેશના વિકાસમાં મહિલાઓ અને યુવાવર્ગના પ્રદાનની પ્રશંસા કરી હતી. એસાથે તેમણે મહિલાઓને વિકાસમાટે પૂરતો અવસર આપવાની પણ  તરફોણ કરી હતી. દેશને સંબોધન કરતાં કહ્યું હતું કે, સેના અને પોલીસદળો વગર દેશમાં શાંતિ અને વ્યવસ્થા થઈ શકે તેમ નથી. દેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. આજે ભારત દેશ એક નિર્ણાયક તબક્કાઓમાંથી પસાર થઈ રહ્યો છે. આપણે ધ્યાન ભટકાવી શકે તેવા મુદા્ઓથી આગળ વધીને લક્ષ્ય પર ધ્યાન  કેન્દ્રિત કરવાની જરૂરત છે. નિરર્થક વાદ- વિવાદમાં પડીને ધ્યાન ભંગ કરવાની કોઈ જરૂર નથી. આઝાદીનું સ્મરણ કરતાં રાષ્ટ્રપતિજીએ દેશવાસીઓને સ્વતંત્રતા સેનાનીઓના સપનાને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધવા માટે અપીલ કરી હતી. દેશને ગરીબી અને અસમાનતાથી મુક્ત કરવા માટે હજુ વધુ પ્રયાસો કરવાની જરૂર છે.

તેમણે કહ્યું હતુંકે, આપણે  ભાગ્યશાળી છીએ કે આપણને મહાન દેશભકતોનો વારસો પ્રાપ્ત થયો છે. આપણા ખેડૂતો કરોડો દેશવાસીઓ માટે અનાજ પેદા કરી રહ્યા છે. તેમને પણ વધુ સુરક્ષા અને સુવિધા મળે તે આવશ્યક છે. આધુનિક ટેકનોલોજીની મદદથી તેમની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.