સ્વસ્તિકઃ ભાગ્ય, સમૃદ્ધિ અને પવિત્રતાનું આંતરરાષ્ટ્રીય પ્રતીક

0
1587

સાથિયો- સ્વસ્તિક કે શુભ લાભ લખીને આપણે કાર્યનો શુભા2ંભ ક2ીએ છીએ. સ્વસ્તિક શુભ
અને પવિત્રતાનું પ્રતીક મનાય છે. સ્વસ્તિક પ્રતીક કોઈ દેશ, ધર્મ, સમાજ, સંસ્કૃતિ, 2ાજકીય પક્ષ કે વ્યક્તિગત માલિકીનું નથી. વિશ્વનો એવો કોઈ પ્રદેશ ભાગ્યે જ હશે, જેના સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક, શિલ્પકળા અને સૌદર્યકળાના આંતર2ક ભાગમાં સ્વસ્તિકનો સમાવેશ થતો ન હોય. મોટા ભાગે બધા સમાજમાં આ પ્રતીક સૂર્યરૂપે પ્રતિનિધિત્વ ધ2ાવે છે. સૂર્ય આજે પણ જીવનનો આધા2, ઊર્જાશક્તિનો સ્રોત, જીવનના ભગવાન અને ઘણા મૂતિપૂર્જક ધર્મોમાં સર્વોચ્ચ દેવ ત2ીકે પૂજાય છે.
માનવજાતિ અને તેની સંસ્કૃતિના ઉદ્ભવ સાથે જ આ પ્રતીકનો જન્મ થયેલો. ભા2તના પ્રાચીન ગ્રંથો વેદ અને પુ2ાણોમાં પણ સાથિયાનો ઉલ્લેખ જોવા મળે છે. કાળાંતરે સંસ્કૃતિનાં હજા2ો વર્ષોના વિકાસ સાથે સાથિયો અનેક નામે ઓળખાતો થયો. આપણી આસપાસની મોટા ભાગની વસ્તુઓમાં ધર્મ, સુખ-શાંતિ, ઈશ્વ2, સમૃદ્ધિ, આશીર્વાદ, સકા2ાત્મક શક્તિ, ભાગ્યને દર્શાવવા માટે પૂજ્યભાવે વિવિધ આકા2ે અને સ્વરૂપે સાથિયાનો ઉપયોગ થાય છે. વિશ્વનો સૌથી મોટો માનવસર્જિત સ્વસ્તિક 900 ફૂટ * 900 ફૂટના ચો2સ વિસ્તા2માં ફેલાયેલો છે, જે માત્ર આકાશમાંથી અથવા ગૂગલ અર્થ જેવી સેટેલાઇટ વેબ દ્વારા જોઈ શકાય છે.
બીજા વિશ્વયુદ્ધ પહેલાં સામાન્ય 2ીતે વિવિધ વસ્તુઓ ઉપ2 ભાગ્યના પ્રતીકરૂપે સાથિયાનો ઉપયોગ થતો. યુએસએમાં લશ્ક2 અને સામ્યવાદીઓ દ્વારા પણ સ્વસ્તિકનો ઉપયોગ થતો. 2ાષ્ટ્રીય સામ્યવાદી જર્મન કાર્યક2 પાર્ટીઓ અને યુએસએસઆ2 – સોવિયેત 2શિયાએ પણ સ્વસ્તિકને ઉપયોગમાં લીધો હતો. મોટ2કા2, પોસ્ટકાર્ડ, બિય2 અને વ્હીસ્કીની બોટલો પ2 તેનો ઉપયોગ ક2વાનું પ્રચલિત થયું હતું.
મોટા ભાગના લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે કાર્લ્સબર્ગ બિય2 અને કોકા-કોલા કંપનીઓએ પણ તેમની બોટલો પ2 સ્વસ્તિકનો ઉપયોગ ક2ેલો. આજદિન સુધી જાપાન સહિત એશિયાના ઘણા દેશોમાં ભાગ્યના પ્રતીકરૂપે આજે પણ સ્વસ્તિકને માનવામાં આવે છે.
હિટલ2ે પોતાની નાઝી પાર્ટીના લોગોમાં સ્થાન આપીને સ્વસ્તિકને ખૂબ પ્રસિદ્ધિ અપાવી. તેના ધ્વજ હેઠળ લાખો લોકોનાં ખૂન 2ેડાયાં ત્યા2થી ઘૃણા, યહૂદીવિ2ોધી, હિંસા, મૃત્યુ અને સફેદ સર્વોપર2તા માટેના પ્રતીકરૂપે સ્વસ્તિકનો આંત22ાષ્ટ્રીય સ્ત2ે સા2ા ભાગ્ય માટે કટાક્ષરૂપે યુ2ોપ, યુએસએ અને એશિયામાં તેનો ઉપયોગ થતો અને ખૂબ પ્રસિદ્ધિ પામ્યો. એ દુઃખદ વાત હતી કે તેના આંત22ાષ્ટ્રીય સ્ત2ે સંકેતચિહ્ન ખૂબ જ તનાવમય નકા2ાત્મક અસ2 થયેલું અને જવલ્લે જ લોકો પૂછતા કે શા માટે હિટલ2ે સ્વસ્તિકને પોતાની જર્મન પોલિટિકલ પાર્ટીના પ્રતીક ત2ીકે સ્વીકાર્યો?
હિટલ2 માનતો હતો કે સ્વસ્તિકે તેમને સંગઠિત કર્યા અને વિશ્વ પ2ના સૌથી શક્તિશાળી 2ાષ્ટ્રનો તે ધ્વજ બનવાની આશા 2ાખતો હતો. હિટલ2 શાકાહા2ીઓ પ્રત્યે ખૂબ ખોટો ભ્રમ સેવના2 અંધશ્રદ્ધાળુ વ્યક્તિ હતો. તે સાતના આંકડાની શક્તિમાં માનતો અને જ્યોતિષીઓ તથા ભવિષ્યવેત્તાઓની સલાહ લેતો. ઉપ2ાંત એ સમય અને પ્રદેશમાં સ્વસ્તિક ખૂબ જાણીતું પ્રાચીન પ્રતીક હતું અને હિટલ2 તેની જાદુઈ શક્તિમાં માનતો હતો.
સ્વસ્તિક (સંસ્કૃત – સ્વસ્તિક) એ નેવું ડિગ્રીએ મરડાયેલા ચા2 હાથનો સમભુજ છે. સ્વસ્તિક શબ્દનો અર્થ ‘સારું’ અને ‘થવું’ છે. સ્વસ્તિક એટલે શુભ શરૂઆત.
આત્મા, તેનો ભાવાર્થ શુભ શરૂઆત સાથે સંકળાયેલો છે તે, ભાગ્યશાળી મંત્રાહા2 અથવા જે કલ્યાણકા2ી છે તે તેવો થાય છે. પ્રાચીનતાથી યુ2ોપ પહોંચવા સુધીના સ્વસ્તિક પ્રતીકનો ઘણો લાંબો ઈતિહાસ છે.
જમણી બાજુવાળો સ્વસ્તિક ભગવાન વિષ્ણુનાં 108 પ્રતીકમાંનું એક છે, એ જ 2ીતે સૂર્ય અને સૂર્યદેવ પ્રતીક છે. સૂર્ય દ્વારા દૈનિક કાળમાંની ગતિ, તેના હાથના વા2ાને પ્રતીક અનુસ2ે છે તે અમેર2કન સૂર્ય દેવતાનું પણ પ્રતીક છે. ડાબી બાજુવાળો સ્વસ્તિક દેવી કાલીમાતા, 2ાત્રિ અને જાદુ માટે વપ2ાય છે, જેને સૌવાસ્તિક કહે છે. તેમ છતાં આ સ્વસ્તિકનું સ્વરૂપ શયતાન-ખ2ાબ નથી અને તેનાં વિવિધ સ્વરૂપ બૌદ્ધ ધર્મમાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાયેલાં છે.
ઈ. સ. 1871 આસપાસ આ સંસ્કૃત શબ્દ અંગ્રેજી ભાષામાં વપ2ાવા લાગ્યો, તે પહેલાં આ પ્રતીકનું વર્ણન ક2વા માટે ગ્રીક શબ્દ ગેમેડિયન વપ2ાતો. આકા2 માટેનાં અન્ય નામોઃ-
કૂકેડ ક્રોસ, હૂક ક્રોસ અથવા એગ્લેડ ક્રોસ (હિબ્રૂ, જર્મન).
ક્રોસ ક્રેમ્પોનેડ, પદસ્થાન દર્શાવવામાં, દ2ેક હથિયા2 પ2 ચોકડી, જેવા કે લોખંડીય ખૂણાના નિશાન ત2ીકે (જર્મન).
મંગળસૂચક, સ્વસ્તિક, મુખ્યત્વે નેતાગણમાં પદસ્થાન અને સ્થાપત્યમાં પુનરુત્થાન હસ્તપ્રતના ખોટા ખ્યાલ-ગે2સમજના આધા2ે 19મી સદીમાં સ્વસ્તિક ચલણમાં-વ્યવહા2માં આવ્યો.

ટેટ્રાસ્કેલિયન (ગ્રીક) અર્થાત્ ચા2 પગવાળું ખાસ ક2ીને જ્યા2ે ચા2 જોડાયેલા પગના ઘટક દર્શાવવા.
તિબેટી સ્વસ્તિક યુંગદ્રુંગ ત2ીકે ઓળખાય છે.
ઉદ્ભવઃ ચેટમેનના (2000,પી.239) મતાનુસા2 ઈ. સ. પૂર્વેના પપ00-4પ00 વચ્ચેના સમયગાળા દ2મિયાન દક્ષિણ-પૂર્વ યુ2ોપની નવી પાષાણયુગની સંસ્કૃતિ જેવી પ્રાચીન સંસ્કૃતિમાં સ્વસ્તિકનો ઉપયોગ થતો. સિંધુ ખીણસંસ્કૃતિના ઉત્ખન્ન દ2મિયાન પ્રાચીન ભા2તમાં મોટા પ્રમાણમાં સ્વસ્તિકનો ઉપયોગ દેખાયો.
એસ. એ. ક્રિદ અને આ2. એસ. ક્રિદના પુસ્તક ‘ઓરિજિન ઓફ ધ સ્વસ્તિકા’ નેચ2લ હિસ્ટ2ી (જાન્યુઆ2ી 1980, 68-7પ)માં ઉલ્લેખ છે કે- પેગન બ્રોન્ઝ એઇઝ ધર્મના સૂર્ય ચોકડીની જેમ, સ્વસ્તિક પ્રતીકનું સર્જન સામાન્ય 2ીતે ચોકડી પ્રતીક સાથે જોડાયેલું – સંકળાયેલું છે. એક કલ્પના એવી છે કે સૂર્યના સાદા પ્રતીકરૂપે સ્વસ્તિક અને ચોકડી પ્રતીક (સાથિયા)ના ઉદ્ભવની સમાન વાત ક2ે છે.
બીજી કલ્પના એવી છે કે ચા2 હાથની ચોકડીએ પ્રકૃતિનાં ચા2 તત્ત્વો – સૂર્ય, વાયુ, પાણી અને જમીનને પ્રદર્શિત ક2ે છે. કેટલાકનું કહેવું છે કે ચા2 હાથની ચોકડીથી વિભાજિત ચા2 ભાગ ચા2 ઙ્ગતુઓ અને સંપાત અને અયનકાળ દર્શાવે છે.
પુ2ાતત્ત્વવિધાઃ ફ્રાન્સીસ લેખક પ્રિટચેટૃના પુસ્તક ‘ઇન્ડસ વેલી સ્વસ્તિકા’ પ્રમાણે સૌથી પહેલાં સ્વસ્તિક ભા2તમાં જોવા મળેલો (આજે આપણે જોઈએ છીએ તે), જ્યા2ે કાંસ્ય યુગમાં સ્વસ્તિક પ્રતીક લોથલ અને હડપ્પામાં સિંધુખીણમાં જોવા મળેલો. આવું જ પ્રતીક મેઝિન અને યુક્રેનમાં પણ જોવા મળેલું.
આશ2ે ઈ. સ. પૂર્વે 10,000માં વિશાળકાય હાથીના પૂતળા પ2 – સ્વસ્તિક કોત2ેલો જોવા મળેલો.
કાંસ્ય યુગ (ઈ. સ. પૂર્વે ત્રીજી-સાતમી સદી) દ2મિયાન ઈજિપ્તમાં સ્વસ્તિક જોવા મળ્યો છે.
લંડનના વી. એન્ડ એ. મ્યુઝિયમમાં 2ાખવામાં આવેલા કાપડના ટુકડા નંબ2-ટી-231 1923માં તેની ડિઝાઇનમાં નાના-નાના સ્વસ્તિક દેખાય છે. આ ટુકડો ઈ. સ.300-600 વચ્ચેના ગાળામાં અસ્યૂત નજીકના ક્યૂ-અલ-કબી2 પાસેથી મળી આવેલો.
આફ્રિકાઃ સ્વસ્તિકનો ઉપયોગ કેટલાક આફ્રિકન કબીલાઓ દ્વારા કપડાના ભ2તકામમાં પણ થાય છે.
ઘાનામાં અકાન લોકોના ભ2તકામમાં સ્વસ્તિકનો સૌથી જૂના ઉપયોગનો નમૂનો નોંધાયો છે. સ્વસ્તિકનો ઉપયોગ અકાન (ઘાના)માં સ્વેતસુવર્ણ રૂપે 1400માં થયો હતો. 1927માં સ્કોટિશ માનવશાસ્ત્રી 2ોબર્ટ સુથેર્લન્ડ શેટ્ટીએ નોંધ્યું છે કે અશાંત 2ાજ્યના નોક2ો સ્વસ્તિકની છાપવાળાં કપડાં પહે2તા. 12મી કે 13મી સદીના સમયે ઇથોપિયામાં લાલિબેલના 2ોક હેવન ચર્ચમાં સ્પષ્ટપણે સ્વસ્તિક કોત2ેલો જોવા મળે છે.
એશિયાઃ ઈ. સ. પૂર્વે 2પ00ની આસપાસ સિંધુ ખીણ સંસ્કૃતિમાં પ્રથમ વા2 પુ2ાતત્ત્વીય 2ીતે સ્વસ્તિક નોંધાયેલો. કાંસ્ય અને લોહયુગમાં કાળા સમુદ્ર અને કાસ્પિયન સમુદ્રની આસપાસ પણ તે જોવા મળેલો.
આ બધી સંસ્કૃતિમાં સ્વસ્તિક પ્રતીકનો ઉપયોગ કોઈ પદસ્થાન ચિહ્ન કે વિશેષ રૂપે થતો દેખાતો નથી, પ2ંતુ વૈવિધ્યસભ2 જટિલતાના એકસમાન પ્રતીકની શ્રેણીના સ્વરૂપે દેખાય છે. પર્સિયાના ઝો2ોસ્ટિયન ધર્મમાં ઝૂલતા સૂર્ય, અનંતતા અને સર્જન સાતત્યના પ્રતીકરૂપે સ્વસ્તિક હતો. વિયેતનામના કાઓડાઈ અને ચિતના ફાલુના કોંગમાં બૌદ્ધ ધર્મની અસ2ની જેમ જ સ્વસ્તિકના ઉપયોગમાં તિબેટની મુખ્ય શ્રદ્ધા પાછળ સમકાલીન ધર્મની અસ2 હોઈ શકે છે.
ઈ2ાનઃ ઈ. સ.પૂર્વેની પ્રથમ સહસ્રક (હજા2) પહેલાંના સમયે ઈ2ાનમાં ત્રણ સ્વસ્તિરવાળો સુવર્ણહા2 ગિલાન પ્રોવિન્સ ઈ2ાનના માર્લિકમાંથી મળી આવેલો. કેલાર્દસ્તના સુવર્ણ પ્યાલા અને હસન્લુ (ઈ. સ. પૂર્વે 1200)ના સુવર્ણ પ્યાલામાં સિંહના નિતંબ પ2 સ્વસ્તિક છે.
ઇ2ાકઃ ઇ2ાકમાં સુમ2ા શહે2 છે, જે સલાહ અદ-દીન 2ાજ્યમાં ટાઇગ્રીસ નદીના પૂર્વ કિના2ે બગદાદથી ઉત્ત2ે 12પ કિ.મી.ના અંત2ે આવેલું છે. ઈ. સ. પૂર્વે 4000 પહેલાં આ વિસ્તા2માં ખોદકામ દ2મિયાન તાંસળાની મધ્યમાં સ્વસ્તિક જોવા મળેલો. સુમ2ામાં 1911-14 વખતે લશ્ક2ી પ્રવૃત્તિમાં અર્ન્સ્ટ હેઝફેલ્ડ દ્વારા ખોદકામ વખતે આ તાંસળું મળી આવેલું અને 1930માં તેનું વર્ણન પ્રકાશિત ક2ાયું.
તાંસળાની ડિઝાઇનમાં ગોળ ધ2ી, આઠ માછલીઓનું વર્તુળ અને ચા2 પક્ષીઓ દ્વા2ા કેન્દ્ર ત2ફ પકડાયેલી ચા2 ત2તી માછલી છે. આ પ્રદેશની સંસ્કૃતિની ખાસિયતરૂપે તાંસળાની ફ2તેની 2ેખાના પાયામાં છ આંકડાકીય પદ્વતિનો ઉપયોગ જોવા મળે છે, તેથી કુલ 120 2ેખા થાય અને 30-30 2ેખાવાળા ચા2 ભાગ બને છે, જેના કેન્દ્રમાં સ્વસ્તિક પ્રતીક છે.
યુ2ોપઃ કાંસ્ય યુગમાં યુ2ોપમાં સૂર્ય ચોકડીનું (વર્તુળમાં ત્રણ કે ચા2 ભુજાવાળી ચોકડી પ્રતીક, સૂર્યપ્રતીક રૂપે પ્રદર્શિત થતું વા2ંવા2 જોવા મળે છે. સ્વસ્તિક આકા2 લોહયુગમાં યુ2ોપ, આર્મેનિયન ગ્રીક-2ોમન, ઇસિર2યન, યુક્રેન, બાલ્ટિક, સિલ્ટિક, જર્મનિક, સ્લાવિક અને જ્યોર્જિયન) શિલ્પકળારૂપે મોટી સંખ્યામાં જોવા મળે છે. યુ2ોપની વિવિધ લોકસંસ્કૃતિમાં દેખાતું આ સ્વસ્તિક પ્રતીક પ્રાગૈતિહાસિક યુગના (ઈ. સ.પૂર્વે પપ00-4પ00) પ્રતિબિંબરૂપે પ્રદર્શિત થતું હોય તેવું લાગે છે.
ગ્રેકો-2ોમન પ્રાચીનતા (પ્રાચીન 2ોમ-ગ્રીક)
પ્રાચીન ગ્રીક શિલ્પસ્થાપત્ય, વસ્ત્રાલંકા2 અને સિક્કાઓમાં એક અથવા એકબીજાને જોડતા સ્વસ્તિક ઘટકથી છલોછલ છે. આભૂષિત સહિત નકશીદા2 સ્વસ્તિક ઈ. સ. પૂર્વે આઠમી સદીથી સ્ત્રીઓના સુર્વણ પ્લેટ – આભૂષણોમાં જોવા મળે છે.
અર્વાચીન પાશ્ચત્ય શિલ્પકળા અને કાષ્ઠકળામાં આ ચોકડી પ્રતીકનો ઉમે2ો ત્રિપાઈ કે ટેબલની ગોળ ધ2ી પ2 ક2ાતો હતો. ખાસ ક2ીને ગેમ્મેડિયન કે ટેટ્રાગેમ્મેડિયન જેવા નામ-શબ્દસમૂહ દર્શાવવા પણ આ સ્વસ્તિક પ્રતીક જાણીતું છે. ચા2 ગ્રીક ગામા ‘ણ’ અક્ષ2ના જોડાણમાંથી ગેમ્મેડિયન નામ ઉદ્ભવ્યું.
પ્રાચીન ગ્રીક સ્ત્રી ધર્મોદેશકો (પાદ2ીઓ) તેઓના શ2ી2 પ2 ટ્રેટ્રાસ્કેલિયન – સાથિયા પ્રતીક છૂંદણારૂપે છૂંદાવતા. પ્રાચીન ગ્રીક શિલ્પસ્થાપત્ય ડિઝાઇનમાં એકબીજા સાથે જોડાયેલા સાથિયા છે. કેટલાક પ્રાચીન ગ્રીક સિક્કાઓ ઉપ2 પણ આ વાત સામાન્યપણે દેખાય છે. ગ્રેકો – 2ોમનકલા અને સ્થાપત્ય, 2ોમનસ્ક અને ગોથિક કલા અને પગ્મિમાં સ્વસ્તિકને નૂતન અર્વાચીન ઘટક રૂપે નિ2ંત2 દર્શાવાય છે, પ્રદર્શિત થયે 2ાખે છે. વાંકીચૂકી ધ2ીના, સ્વસ્તિક ધ2ીના એક રૂપમાં વચ્ચે એકલા સ્વસ્તિકને ગ્રીક ચાવી કહેવાતો. કાળજીપૂર્વક જટલ 2ચનાવાળી સ્વસ્તિકની ડિઝાઇન-ભાત ગ્રીકના એથેન્સમાં ન્યુમિસ્મટિક મ્યુઝિયમના દ2વાજા પ2 જોઈ શકાય છે.
મધ્યયુગ અને પૂર્વેનું આધુનિક યુ2ોપઃ
ખ્રિસ્તી ધર્મમાં ઈસુનો મૃત્યુ પ2 વિજયના પ્રતીકરૂપે ખ્રિસ્તી ક્રોસની સાંકળમાં સ્વસ્તિકનો ઉપયોગ થાય છે. 2ોમન ડિઝાઇન પૂર્વે 2ોમનસ્ક્યૂ અને ગોથિક કાળમાં બંધાયેલાં ચર્ચો સ્વસ્તિકથી શુશોભિત છે. બા2મી સદીમાં યુક્રેનના કિએવમાં સંત સોફિયા ચર્ચમાં જડેલા 2ંગીન પથ્થ2માં ધ્યાનાકર્ષક 2ીતે સ્વસ્તિક પ્રદર્શિત થાય છે. દેખાય છે. ચે2ન્યની કેટલીક ઇમા2તનાં ખંડે2ોમાં અને ઇટલીના મિલાનમાં સંત એબ્રોસના બેસિલિકામાં કબ2 પ2 પુન2ાવર્તિત આભૂષિત ઘટક ત2ીકે પણ સ્વસ્તિક દેખાય છે.
તવા2ીખ પ્રમાણે, નવમી સદીમાં રૂસ પ્રિન્સ ઓલેગે કોન્સ્ટેન્ટિનોપલ ઉપ2 આક્રમણ ક2ેલ તે વખતે શહે2ના દ2વાજા (જેના પ2 લાલ 2ંગથી દો2ેલા સ્વસ્તિક) પ2 જડીને 2ક્ષણ ક2ેલું. કેટલીક પ્રસિદ્ધ ઇમા2તો, જેવી કે બો2ેયકો, બોર્ફયમ, રૂથેનિયાની રદ્ઝિચોવ્સ્કીના 2ક્ષણ માટેની દીવાલો પ2 સ્વસ્તિક છે.
ડેનિશ બ્રેવ2ી કંપની કાર્લ્સબર્ગ ગ્રુપે તેના લોગો ત2ીકે 19મી સદીથી સ્વસ્તિકનો ઉપયોગ કર્યો હતો, પણ 1930ના મધ્યકાળે પડોશી જર્મનીમાં નાઝી પાર્ટી સાથે જોડાણના કા2ણે પ્રતીકનો ઉપયોગ બંધ કર્યો. તેમ છતાં, 1901માં કોપનહેગનમાં કંપનીના મુખ્ય મથકના પ્રવેશદ્વા2ના વિશાળ હાથી પ2 કોત2ેલો સ્વસ્તિક આજે પણ જોવા મળે છે. બીજી પેઢીના કાર્લ્સબર્ગ બ્રેવ2ી કાર્લ જેકોબ્સન દ્વારા નિમાયેલા અને ડેનિશ આર્કિટેક્ટ વિલ્હેમ ડહલેરૂપે ડિઝાઇન ક2ેલો સ્વસ્તિક જિસસ ચર્ચ ડેન્માર્કના કોપનહેગનના વલ્બી વિસ્તા2માં આવેલો છે. આગવી સજાવટ, સુશોભન અને કલાકા2ીગ2ી માટે દેશનાં ચર્ચોમાં સૌથી વધુ રૂઢિમુક્ત અને વિશિષ્ટ શૈલીવાળા ચર્ચ ત2ીકે તેની ગણના થાય છે. આ ચર્ચ કાર્લ જેકોબ્સન અને તેમના પર2વા2 માટે ભવ્ય સમાધિ સ્મા2ક માટે બનાવવામાં આવેલું. સ્વસ્તિકનો એક આગવો વ્યાપક ઇતિહાસ છે. એડોલ્ફ હિટલ2ે નાઝી ધ્વજની ડિઝાઇનમાં સ્વસ્તિકનો ઉપયોગ કર્યો તે પૂર્વે ઓછામાં ઓછાં પ000 વર્ષથી સ્વસ્તિક ઉપયોગમાં લેવાય છે. આકાશમાં સૂર્યની ગતિવિધિ દર્શાવવા કદાચ નૂતન પાષાણયુગ યુ2ેશિયામાં આ ઘટક પ્રથમ વા2 ઉપયોગમાં લેવાયેલો ત્યા2થી જાણીતો છે. તે આજદિન સુધી હિન્દુ ધર્મ, બૌદ્ધર્મ, જૈન ધર્મ, ઓડિનીઝમ (પેગાન દેવની જર્મન દ્વારા પૂજા)માં પવિત્રતાના પ્રતીકરૂપ 2હ્યું છે. ભા2ત અને ઇન્ડોનેશિયામાં મંદિ2ો અને ઘ2ો ઉપ2 તે સહજપણે જોવા મળે છે. ખ્રિસ્તી યુ2ોપિયન સંસ્કૃતિથી યુ2ોપમાં પ્રાચીન ઇતિહાસમાં પણ સ્વસ્તિક કલાકૃતિઓમાં દેખાય છે.
સ્વસ્તિક પ્રતીકનો સૌથી અસ2કા2ક ઉપયોગ નાઝીઓએ કર્યો, પણ કમનસીબે સ્વસ્તિક માટેનો અન્ય અર્થ લોકો જાણતા નથી.

લેખક કર્મશીલ પત્રકાર છે.