સ્વર સામ્રાજ્ઞી લતા મંગશકરના સ્વાસ્થ્યમાં સુધારો

 

મુંબઈ:  સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર કોવિડ સંક્રમિત હોઈ તેની કેટલાક દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હવે લતાજીના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો હોઈ તેમની આઈસીયુમાં જ સારવાર થઈ રહી છે. લતાજીએ પોતે જ ટ્વીટ કરીને આ માહિતી શેર કરી હતી. લતા મંગેશકરે ટ્વીટમાં જણાવ્યું છે કે મારી તબિયતમાં ધીમો સુધારો થઈ રહ્યો હોવાથી મને આઈસીયુમાં જ સારવાર અપાઈ રહી છે. ડો. પ્રતીત સમદાની સહિત પાંચ ડોકટરોની ટીમ લતાજીની સારવાર કરી રહી છે. તેમના સ્વાસ્થ્ય બાબતે દરરોજ માહિતી આપવી શક્ય ન હોવાથી લોકોએ ખોટી અફવા ફેલાવવા નહિ તેમજ તેના પર ધ્યાન આપવું નહિ એવી વિનંતી લતાજીના પરિવારે કરી છે.