સ્વર કોકિલા લતા મંગેશકરનું ૯૨ વર્ષની વયે નિધન: બે દિવસનો રાષ્ટ્રીય શોક

 

મુંબઈ: છેવટે જેનો ડર હતો એ જ થયું. ભારતે તેનો સૌથી અમૂલ્ય રત્ન ગુમાવ્યો છે. કોરોનાનો કર્કશ અવાજ ભારતની સ્વર કોકિલાને લઇ ગયો. સુર સમ્રાજ્ઞી લતા મંગેશકર કોરોના સામેની લડાઇ હારી ગયા અને દુનિયાને અલવિદા કહી દીધું. તેમણે મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધો હતો. લતાજીના નિધન પર બે દિવસો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ત્રિરંગો અડધો ઝૂકેલો રહેશે. મોડી સાંજે શિવાજી પાર્ક સ્થિત સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે ત્રિરંગામાં લપેટીને લતા મંગેશકરના પાર્થિવ દેહને શિવાજી પાર્કમાં મૂકવામાં આવ્યો હતો. ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા લતાદીદીને લશ્કરી સન્માન આપવામાં આવ્યું હતું. લતા મંગેશકરના ભાઇ હૃદયનાથ મંગેશકરના પુત્ર આદિત્યએ લતા દીદીને મુખાગ્નિ આપી હતી. ભારત રત્ન લતાજીના નિધનથી સમગ્ર દેશ આઘાતમાં ગરકાવ થઇ ગયો છે.

લતા મંગેશકરના વિશાળ પોસ્ટર સાથે ફૂલોથી શણગારેલા ટ્રકમાં તેમનો પાર્થિવ દેહ અંતિમ સફરે નીકળ્યો હતો. તેમની આ આખરી સફરમાં સામેલ થવા હજારો લોકો અશ્રુભીની આંખે ‘લતા દીદી અમર રહે’ના નારા સાથે ચાલ્યા હતાં. લોકોએ પોતાનું ઘરનું સ્વજન ગુમાવ્યું હોય એવી ભાવના સાથે શબવાહિનીના ટ્રક સાથે કદમ મિલાવ્યા હતાં.

૮ જાન્યુઆરીએ ૯૨ વર્ષીય લતાજીનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેઓ દાખલ થયાના સમાચાર પણ બે દિવસ પછી ૧૦ જાન્યુઆરીએ સામે આવ્યા હતાં. તેઓ ૨૯ દિવસ સુધી કોરોના અને ન્યુમોનિયા બન્ને સામે એક સાથે લડી રહ્યા હતાં. તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઇસીયુમાં રાખવામાં આવ્યા હતાં. લાંબા સમયથી લતાજીની સારવાર કરી રહેતા ડો. પ્રતાત સમધાનીની દેખરેખ હેઠળ તબીબોની ટીમ લતાજીની સારવાર કરી રહી હતી. સારવાર દરમિયાન તેમની તબિયતમાં પણ સુધારો જોવા મળી રહ્યો હતો. તેમને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતાં. લગભગ ૫ દિવસ પહેલા તેમની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો હતો. ઓક્સિજન દૂર કરાયો હતો પણ આઇસીયુમાં જ રખાયા હતાં. જોકે આજે તેમણે અંતિમ શ્ર્વાસ લીધો હતો. લતાજી લગભગ બે વર્ષથી ઘરેથી બહાર નીકળ્યા ન હતાં. તેઓ ક્યારેક-ક્યારેક સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને સંદેશા આપતા હતાં. વધતી જતી ઉંમર અને તબિયતને કારણે તેઓ પોતાના ‚મમાં જ વધુ સમય પસાર કરતા હતાં. તેમના ઘરમાં કામ કરતાં હાઉસ હેલ્પરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ૮ જાન્યુઆરીએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્વર કોકિલા, દીદી તથા તાઇ જેવાં હુલામણાં નામોથી લોકપ્રિય લતાજીના નિધનથી દેશમાં શોકની લહેર છવાઇ ગઇ છે. ચાહકો તેમના સાજા થઇ જવાની દુઆ કરતાં હતાં, પરંતુ કરોડો સંગીત પ્રેમીઓનું દિલ તૂટી ગયું.

લતા મંગેશકરના અવાજથી ગીત હિટ જશે તેવી ગેરંટી હતી

૯૨ વર્ષીય લતાજીએ ૩૬ ભાષામાં ૫૦ હજારથી વધુ ગીતો ગાયા હતાં. એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો. ૧૯૬૦થી ૨૦૦૦ સુધી લતા મંગેશકરના ગીત વગર ફિલ્મ અધૂરી માનવામાં આવી હતી. તેમનો અવાજથી ગીત હિટ જશે તેવી ગેરંટી હતી. વર્ષ ૨૦૦૦ પછી તેમણે ગાવાનું ઓછું કરી નાંખ્યું હતું. છેલ્લે તેમણે ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘ડોન્નો વાય’માં ગાયું હતું. અંદાજે ૮૦ વર્ષથી સંગીતની દુનિયામાં સક્રિય લતા મંગેશકરનો જન્મ ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૯ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોરમાં થયો હતો. ૧૩ વર્ષની નાની ઉંમરથી તેમણે ગાવાનું શ‚ કર્યું હતું. લતાજીના પિતા પંડિત દીનાનાથ મંગેશકર સંગીતની દુનિયા તથા મરાઠી થિયેટરનું જાણીતું નામ હતું. તેમણે જ લતાજીને સંગીતનું શિક્ષણ આપ્યું હતું. પાંચ ભાઇ-બહેનમાં લતાજી સૌથી મોટા હતાં. ત્રણ બહેરો આશા ભોંસલે, ઉષા મંગેશકર, મીના મંગેશકર તથા ભાઇ હૃદયનાથ મંગેશકર છે. ૨૦૦૧માં લતાજી ભારત રત્નથી સન્માનિત થયા હતાં.

‘એ મેરે વતન કે લોગો’ ગાયું ત્યારે તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરાલ નહે‚ની આંખમાં આંસુ આવ્યા હતા

‘એ મેરે વતન કે લોગો’ ગાઈને પંડિત જવાહરલાલ નહે‚ને રડાવ્યા હતા, ૧૩ વર્ષની ઉંમરમાં એક્ટિગની શ‚આત કરી હતી. ૧૯૭૪થી ૧૯૯૧ સુધી સૌથી વધારે ગીતો ગાવાનો ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો ‘પિતાજી જીવતા હોત તો કદાચ હું સિંગર ના હોત.’ આવું માનનાર મહાન ગાયિકા લતા મંગેશકર ઘણા સમય સુધી પિતા સામે ગાવાની હિમત ના કરી શક્યા. પછી પરિવારને સંભળાવવા માટે એટલું ગાયું કે ૧૯૭૪થી ૧૯૯૧ સુધી સૌથી વધારે ગીતો ગાવાનો ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો. ૯ સપ્ટેમ્બર ૧૯૩૮ના રોજ લતાએ તેમના પિતા દીનાનાથ મંગેશકર સાથે પ્રથમ ક્લાસિક પર્ફોર્મન્સ આપ્યું હતું. ત્યારે તેઓ માત્ર ૯ વર્ષના હતાં. લતાએ બહેન આશા સાથે માસ્ટર વિનાયકની પ્રથમ હિન્દી ફિલ્મ ‘બડી માં’ (૧૯૪૫)માં નાનો રોલ કર્યો હતો. તેમણે માત્ર ૧૩ વર્ષની ઉંમરે એટલે કે ૪૦ના દાયકામાં ગાવાની શ‚આત કરી હતી. પ્રથમ સોંગ મરાઠી ફિલ્મ ‘કિતી હસાલ’ (૧૯૪૨) માટે રેકોર્ડ કર્યું હતું. તેનું ફાઇનલ કટ પહેલેથી ડિલીટ કરી દીધું હતું. ૧૯૪૩માં આવેલી મરાઠી ફિલ્મ ‘ગજાભાઉ’માં તેમણે હિન્દી સોંગ ‘માતા એક સપૂત કી દુનિયા બદલ દે’માં અવાજ આપ્યો હતો. આ તેમનું પ્રથમ સોંગ માનવામાં આવે છે. ૧૩ વર્ષન ઉંમરમાં લતાએ ૧૯૪૨માં ‘પહિલી મંગલાકૌર’ ફિલ્મમાં એક્ટિગ કરી હતી. ઘણી ફિલ્મોમાં તેમણે હીરો-હીરોઇનની બહેનનો રોલ કર્યો, પરંતુ એક્ટિગમાં તેમને મજા ન આવી. ૨૬ જાન્યુઆરી ૧૯૬૩માં જ્યારે લતા મંગેશકરે લાલ કિલ્લા પરથી ‘એ મેરે વતન કે લોગો’ ગાયું ત્યારે તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરાલ નહે‚ની આંખમાં આંસુ આવી ગયા હતાં.