સ્વચ્છ ભારત મિશનને સહયોગ આપવા માટે કોન્સ્ટેન્ટિયા પરીખ કંપનીનું રૂ. 200 કરોડનું રોકાણ

અમદાવાદઃ યુરોપના બીજા નંબરના ફ્્લેક્સિબલ પેકેજિંગ ગ્રુપ કોન્સ્ટેન્ટિયા ફ્લેક્સિબલ્સની ભારતીય પેટાકંપની કોન્સ્ટેન્ટિયા પરીખ ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનને સહયોગ આપવા માટે નવો ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટ સ્થાપશે. આ નવું એકમ રૂ. 100 કરોડના ખર્ચે સ્થપાશે. તેમાં પર્યાવરણલક્ષી પેકેજિંગના ઉત્પાદન માટે અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરાશે. આ પેકેજિંગ સોલ્યુશન્સ ભારતમાં હવે પછી લાગુ પડનારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું પાલન કરશે અને વિશ્વમાં જે રીતે પેકેજિંગ થઈ રહ્યું છે તેમાં ક્રાંતિ લાવશે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પવન પરીખે જણાવ્યું કે ભારતમાં નવી સાઈટ દ્વારા હાઇ બેરિયર લેમિનેટેસનું ઉત્પાદન કરાશે તેનું સંપૂર્ણ રિસાઇકલિંગ થઈ શકશે. આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન ગયા વર્ષે થયું હતું. પરીખ પેકેજિંગ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના 1999માં થઈ હતી.