સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ઃ દેશના ટોપ ૧૦ સ્વચ્છ શહેરોમાં પ્રથમ નંબરે ઇન્દોર

 

નવી દિલ્હીઃ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે સ્વચ્છતા સિટી સર્વે રિપોર્ટ-૨૦૨૦ બહાર પાડી દીધો છે. જેમાં સતત ચોથા વર્ષે ઈન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. બીજા નંબરે ગુજરાતનું સુરત શહેર અને ત્રીજા નંબરે નવી મુંબઈ છે.  

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ઈન્દોર સતત ચોથા વર્ષે ભરતનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. ઈન્દોર અને તેના લોકોએ સ્વચ્છતા પ્રત્યે અનુકરણીય સમર્પણ દેખાડ્યું છે. આ શાનદાર પ્રદર્શન માટે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, શહેરના લોકો, રાજકીય નેતૃત્વ અને નગર નિગમને અભિનંદન. 

ટોપ ૨૦ સ્વચ્છ શહેરોમાં ચાર ગુજરાતના

ટોપ ૨૦ શહેરોમાં પ્રથમ નંબરે ઈન્દોર, બીજા નંબરે સુરત, ત્રીજા નંબરે નવી મુંબઈ, ચોથા નંબરે વિજયવાડા, પાંચમા નંબરે અમદાવાદ, છઠ્ઠા નંબરે રાજકોટ, સાતમા નંબરે ભોપાલ, આઠમા નંબરે ચંડીગઢ, નવમા નંબરે વિશાખાપટ્ટનમ, દસમા નંબરે વડોદરા છે. ત્યારબાદ અનુક્રમે ૧૧મા નંબરે નાસિક, ૧૨મા ક્રમે લખનઉ, ૧૩મા ક્રમે ગ્વાલિયર, ૧૪મા  ક્રમે થાણે, ૧૫મા નંબરે પુણે, ૧૬મા ક્રમે આગ્રા, ૧૭મો ક્રમ જબલપુરનો, ૧૮મા ક્રમે નાગપુર, ૧૯મા ક્રમે ગાઝિયાબાદ અને ૨૦મા ક્રમે પ્રયાગરાજ આવે છે