સ્પેસએક્સના સૌથી વિશાળ રોકેટમાં સફળ લેન્ડિંગ બાદ થયો વિસ્ફોટ

 

નવી દિલ્હીઃ એલન મસ્કની સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નોલોજીસ કોર્પોરેશન (સ્પેસએક્સ)ના નવા અને સૌથી વિશાળ રોકેટે પોતાની ત્રીજી ટેસ્ટ ફ્લાઈટમાં પ્રથમ વખત સફળ લેન્ડિંગ કર્યું હતું. જો કે થોડી વાર બાદ તેમાં વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી. 

હકીકતમાં સ્પેસએક્સના સ્પેસક્રાફ્ટ સ્ટારશિપ એસએન૧૦ને સાંજે ૫ઃ૧૫ કલાકે બોલા ચિકા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીએ તેનો એક વીડિયો પોતાની વેબસાઈટ પર જાહેર કર્યો છે. વેબસાઈટના અહેવાલ પ્રમાણે રોકેટે લેન્ડ પેડને અડતા પહેલા ૧૦ કિલોમીટર સુધીની ઉડાન ભરી હતી. લેન્ડિંગ બાદ તરત જ રોકેટમાં વિસ્ફોટ થઈ ગયો હતો અને તે આગની લપેટોમાં ઘેરાઈ ગયું હતું. આગ લાગતા પહેલા રોકેટ પોતાના ત્રણ પ્રયત્નોમાં પહેલી વખત સફળ લેન્ડિંગ સાથે એક મહત્ત્વના પડાવ પર પહોંચ્યું છે. 

આ રોકેટનું સફળ લેન્ડિંગ સ્પેસ ટ્રાવેલની દિશાનું મહત્ત્વનું પગલું છે. આ સફળતા સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક ૨૦૨૩ સુધીમાં ૧૨ લોકોને ચંદ્ર પર મોકલવા માગે છે તે દિશાનું મહત્ત્વનું પગલું છે. તે સિવાય તેમની યોજનામાં નાસાના અંતરિક્ષયાત્રીઓને ચંદ્રની સપાટી પર પહોંચાડવા અને પછી મંગળ પર મોકલવાનો પણ સમાવેશ થાય છે. હાલ કંપની પોતાની પ્રથમ કક્ષીય ઉડાન માટે સ્ટારશિપ તૈયાર કરવાનું કામ કરી રહી છે જે આ વર્ષના અંતમાં પૂર્ણ થાય તેવી આશંકા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here