સ્પેનના રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાઇરસને કારણે નિધન

 

મેડ્રિડઃ સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાઇરસથી ફ્રાનસની રાજધાની પેરિસમાં નિધન થયું છે. મારિયા વિશ્વમાં શાહી પરિવારના પ્રથમ સભ્ય છે જેનું આ મહામારીથી મોત થયું છે. ૮૬ વર્ષીય રાજકુમારી મારિયા સ્પેનના રાજા ફેલિપે છઠ્ઠાની પિતરાઈ બહેન હતા. રાજકુમારી મારિયાના ભાઈ રાજકુમાર સિફ્ટો એનરિક ડી બોરબોને ફેસબુક પર રાજકુમારીના નિધનની જાણકારી આપી છે. રાજકુમારી મારિયાનું નિધન તેવા સમય પર થયું છે જ્યારે સ્પેનના રાજા ફેલિપેની કોરોનાની તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ૨૮ જુલાઈ ૧૯૩૩માં જન્મેલા રાજકુમારી મારિયાએ ફ્રાન્સમાં અભ્યાસ કર્યો હતો અને પેરિસના વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર બન્યા હતા.