સ્પેક્ટ્રમ હરાજીથી સરકારે  રૂ. ૭૭,૮૧૫ મેળવ્યા, સૌથી વધારે ખરીદી જિયોની

 

નવી દિલ્હીઃ પાંચ વર્ષોમાં દેશના ટેલિકોમ સ્પેક્ટ્રમની પહેલી હરાજી મંગળવારે સમાપ્ત થઈ હતી. રૂ. ૭૭૮૧૪.૮૦ કરોડના એરવેવ્ઝ ખરીદાયા છે જેમાં અબજોપતિ મુકેશ અંબાણીના રિલાયન્સ જિયોએ સૌથી વધારે સ્પેક્ટ્રમ ૫૭૧૨૨.૬૫ કરોડમાં ખરીદ્યા હતા. આમ તો રૂ. ૪ લાખ કરોડના મૂલ્યના ૨૩૦૮.૮૦ મેગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમ હરાજી માટે મૂકાયા હતા. ટેલિકોમ કંપનીઓએ મોટા ભાગે સ્પેક્ટ્રમ રિઝર્વ પ્રાઇસે જ મેળવ્યા હતા અને આ એકંદર મૂલ્ય કરતા રકમ બહુ ઓછી છે છતાં ટેલિકોમ વિભાગે કહ્યું કે પરિણામથી એને સંતોષ છે કેમ કે કોરોના અને ટેલિકોમ ઉદ્યોગ તનાવ હેઠળ હોવા છતાં આંતરિક અંદાજ કરતા રકમ સારી છે.

મુકેશ અંબાણીની જિઓએ છેલ્લા બે દિવસમાં સરકાર દ્વારા હરાજી કરેલા ટેલિકોમ સ્પેક્ટ્રમના અડધાથી વધુ ભાગ ખરીદવામાં સફળતા મેળવી હતી. જિઓ દ્વારા મોબાઈલ કોલ અને ડેટા સિગ્નલ વહન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા દુર્લભ સંસાધનોને મજબૂત બનાવવા માટે આશરે ૫૭,૧૨૩ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે.

ટેલિકોમની વિશાળ કંપની ભારતી એરટેલે દેશના સૌથી જબરદસ્ત સ્પેક્ટ્રમને આપતા ૮૫૫.૬૦ મેગાહર્ટઝ રેડિયો ફ્રેક્વન્સીમાંથી ૩૫૫.૪૫ મેગાહર્ટ્ઝ લેવા માટે રૂ. ૧૮,૬૯૯ કરોડની બોલી લગાવી છે