સ્ટેટ ઓફ ધ આર્ટ ટેક્નોલોજી સાથે ભારતમાં વંચિતો સુધી પહોેંચતું પ્રોજેક્ટ લાઇફ

25મી ફેબ્રુઆરી, 1982ના રોજ ગુજરાતના રાજકોટના લાઇફ બ્લડ સેન્ટરની મુલાકાતે આવેલાં ભારતરત્ન મધર ટેરેસાએ આશીર્વાદ આપ્યા હતા.

ગુજરાતમાં સન 1978માં બ્લડ બેન્ક તરીકે સ્થપાયેલી પ્રોેજેક્ટ લાઇફ સંસ્થા આજે તેની સેવાભાવી પ્રવૃત્તિઓ થકી ભારતમાં ગરીબો અને વંચિતોની સેવા કરી રહી છે, તેમને સહાયરૂપ થઈ છે અને તેમનું જીવનધોરણ ઊંચું લાવી રહી છે. પ્રોજેક્ટ લાઇફ સંસ્થા સ્ટેટ ઓફ ધ આર્ટ ટેક્નોલોજી સાથે ભારતમાં વંચિતો સુધી પહોંચી રહી છે.

આ વિવિધ ભારતીય બિનસરકારી સંસ્થાઓમાંની એક છે જેને બિનનિવાસી ભારતીયો અને ભારતીય-અમેરિકનો માને છે કે ગરીબી અને બીમારીમાંથી નાગરિકોને બહાર લાવવાની કામગીરી આ સંસ્થા કરી રહી છે.

‘લાઇફ’ની સ્થાપના 1978માં રાજકોટના બે ભાઈઓ અને સફળ ઉદ્યોગપતિ શશિકાન્ત અને ચંદ્રકાન્ત કોટીચા દ્વારા સમાજને કંઈક પરત આપવાની અને ઋણ અદા કરવાની ભાવના સાથે થઈ હતી. નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી તેમની માતાએ તેમનો ઉછેર કર્યો હતો. આ બે ભાઈઓએ સ્ટેટ ઓફ ધ એનએબીએચ (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ) અને એએબીબી (અમેરિકન એસોસિયેશન ઓફ બ્લડ બેન્ક્સ, યુએસએ)થી લઈને પોતાની સેવાકીય ક્ષિતિજો વિસ્તારી છે અને મહિલા સશક્તીકરણના પ્રોજેક્ટો, વૃક્ષારોપણ કાર્યક્રમોની પહેલ, 20થી વધુ જેલોમાં યોગા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોની શરૂઆત કરી છે.

ચંદ્રકાન્ત કોટીચાએ જણાવ્યું કે પ્રોજેક્ટ લાઇફ સ્થાનિક નાગરિકો અને વૈશ્વિક ગુજરાતીઓ વચ્ચે સેતુરૂપ બની છે અને લોકોને તંદુરસ્ત રહેવા માટે સહાય કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રદેશમાં પ્રોજેક્ટ લાઇફ સૌથી વિશાળ અને સૌથી જૂના એનજીઓમાંનું એક છે.

14મી એપ્રિલ, 1994ના રોજ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને લાઇફ બ્લડ સેન્ટરની મુલાકાત લીધી હતી.

વિવિધ નામાંકિત મહાનુભાવો અને માનવતાવાદી અગ્રણીઓએ સંસ્થાની મુલાકાત લીધી છે, જેમાં મધર ટેરેસાનો સમાવેશ થાય છે. તેમણે સંસ્થાની વિવિધ શાખાની મુલાકાત લીધી હતી અને પ્રશંસા કરી હતી. મધર ટેરેસાએ 1982માં સેન્ટરની મુલાકાત લીધી હતી, પ્રમુખસ્વામી મહારાજે 1991માં, જાણીતા ક્રિકેટર સચીન તેંડુલકરે ટીમ સાથે 1993માં, બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમનાં પત્ની જયા બચ્ચને 1994માં, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2010માં, ભારતીય-અમેરિકન ફિઝિશિયન અને પદ્મશ્રી ડો. સુધીર પરીખે 2017માં સંસ્થાની મુલાકાત લીધી હતી.
પોતાને ‘જવાબદાર ચેરિટી સંસ્થા’ તરીકે ઓળખાવતી પ્રોજેક્ટ લાઇફ કહે છે કે અમારા મોટા ભાગના પ્રયાસો – ઊર્જા અને સ્રોતો ગરીબી દૂર કરવામાં અને દુઃખદર્દ દૂર કરવા માટે હોય છે. નાગરિકોને સહાયરૂપ થવા માટે પ્રોજેક્ટ લાઇફ દ્વારા ચેરિટેબલ એનજીઓ તરીકેનાં ધારાધોરણો પ્રસ્થાપિત કરેલાં છે. તેઓ કહે છે કે અમારી પ્રવૃત્તિઓ સૌથી વધુ ઉત્પાદકીય, અમારાં ધ્યેયો સૌથી વધુ ઉમદા અને અમારી કામગીરી સંપૂર્ણ પારદર્શી છે.
પ્રોજેક્ટ લાઇફનાં માનવતાવાદી કાર્યોમાં આજની તારીખ સુધીમાં છ લાખ યુનિટ રક્તના વિતરણનો સમાવેશ થાય છે.
લાઇફ બ્લડ સેન્ટરઃ આ સેન્ટર દ્વારા 5,92,567 યુનિટ રક્ત આપવામાં આવ્યા છે અને ત્રણ લાખથી વધુ જીવન બચાવવામાં આવ્યા છે.

10મી જાન્યુઆરી 2017ના રોજ અમદાવાદમાં લાઇફ એમ્પાવરમેન્ટ સેન્ટરમાં વંચિત મહિલાઓને સીલાઇ મશીનનુું વિતરણ કરી રહેલા ડો. સુધીર પરીખ.

લાઇફ થેલેસેમિયા પ્રિવેન્શન સેન્ટરઃ થેલેસેમિયા જાગૃતિ ઝુંબેશ દ્વારા થેલેસેમિયા (ટ્રેઇટ)ના 6,56,518 નાગરિકોની સારવાર કરી છે અને 14,42,152 નાગરિકો સુધી પહોંચ્યા છીએ.
લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરઃ યોગા શિબિરો અને યુનિવર્સલ હિલિંગ પ્રોગ્રામો દ્વારા 5,79,403 નાગરિકોએ લાભ લીધો છે. ગુજરાતની 23 જેલોના 6500થી વધુ કેદીઓએ પ્રેક્ષા ધ્યાન શિબિરનો લાભ લીધો છે.
લાઇફ વીમેન એમ્પાવરમેન્ટ સેન્ટરઃ 7158થી વધુ વિધવાઓ અને ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓને ગૃહઉદ્યોગની વિવિધ તાલીમ આપવામાં આવી છે, જેથી તે પોતાનો નાનકડો વ્યવસાય શરૂ કરી શકે અને નીતિમત્તા સાથે રોજગારી મેળવી શકે.
લાઇફ એજ્યુકેશન સેન્ટરઃ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં 78 પ્રાથમિક શાળાઓ બંધાવી છે, જેમાં 23,300થી વધારે વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યું છે. ઉચ્ચ શિક્ષણ માટે જરૂરિયાતમંદ અને તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ આપવામાં આવે છે.
લાઇફ ગ્રીનફીલ્ડ સેન્ટરઃ 2,57,813થી વધારે છ-આઠ ફૂટના છોડનો ત્રણ-ચાર વર્ષ ઉછેર કરીને ફરીથી રોપવામાં આવ્યા છે. સાયન્ટિફિક મેથડોલોજીને અનુસરીને તેને ફરી રોપવામાં આવ્યા છે.
નોન રેસિડન્ટ ગુજરાતી (એનઆરજી) સેન્ટરઃ ગુજરાત સરકાર દ્વારા પ્રામાણિક ગુજરાતનાં છ નોન-રેસિડન્ટ ગુજરાતી (એનઆરજી) સેન્ટરોમાંનું એક આ સેન્ટર છે, જેના થકી 2850 એનઆરજી-એનઆરઆઇનો સંપર્ક કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઇન્ફર્મેશન હબ તરીકે એનઆરજી સેન્ટર ઓળખાય છે, જે એનઆરજી-એનઆરઆઇને તેમની માતૃભૂમિ વિશે માર્ગદર્શન આપે છે.