સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી 31 ઓકટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ  કરશે

0
1450
Reuters

આગામી 31મી ઓકટોબરના દિવસે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જયંતીના પ્રસંગે ભારતના માનનીય વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ગુજરાતમાં નર્મદા જિલ્લામાં કેવડિયા સિંધુ બેટ સ્થિત સરદારની વિરાટકાય પ્રતિમાનું લોકર્પણ કરશે. આ પ્રસંગે દેશના તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને તેમજ સાર્ક અને આસિયાન સમિટના સભ્ય દેશોના વડાઓને  ઉપસ્થિત રહેવા માટે આમંત્રણો આપવામાં આવશે. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદારની ભવ્ય ધાતુ પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આખા જગતમાં પ્રચલિત થશે. ભારત સહિત દુનિયાભરના લોકોને સરદારના મહાન કાર્યો અને સાદગીપૂર્ણ જીવનથી પરિચિત કરાવશે. આ લોકાર્પણનો પ્રસંગ અતિ ભવ્ય રીતે ઉજવવાની સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. …