‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની સિક્વલની અભિનેત્રી અનન્યા પાંડે કાર અકસ્માતમાંથી ઊગરી


અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે પોતાની પ્રથમ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-ટુ’ કરી રહી છે. આ ફિલ્મ કરણ જોહરની 2012ની ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની સિક્વલ છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન કાર ચલાવતી વખતે એક શોટ આપવાનો હતો. જોકે અભિનય કરવામાં મશગૂલ થઈ જતાં અનન્યાએ કાર પરથી કંટ્રોલ ગુમાવ્યો હતો. કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. જોકે તેને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી. અનન્યા સારી ડ્રાઇવર હોવા છતાં કેવી રીતે કાર પરથી કાબૂ ગુમાવ્યો તેની સમગ્ર યુનિટને ચિંતા હતી.
ઉલ્લેખનીય છે કે કરણ જોહરે પોતે ડિરેક્ટ કરેલી ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં વરુણ ધવન અને આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલહોત્રા જેવા નવોદિત કલાકારોને તક આપી હતી. સિક્વલમાં ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયાને લીધાં છે. ટાઇગર શ્રોફની ‘બાગી-2’ સુપરહિટ થતાં કરણે તેને આ સિક્વલ માટે પસંદ કર્યો છે. જોકે અનન્યાની આ પ્રથમ ફિલ્મ છે.