સ્ટુડન્ટસ વિઝા ડે – ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાના વિઝા મેળવવા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના હેતુથી યોજાયેલો કાર્યક્રમ .

0
865

મુંબઈની અમેરિકન એમ્બેસી ખાતે આજે યુએસ મિશન ઈન  ઈન્ડ્િયાનો પાંચમો એન્યુઅલ સ્ટુડન્ટ ડે ઉજવવામાં આવ્યો હતો. જની અંતર્ગત, ભારતના વિદ્યાર્થીને અમેરિકામાં હાયપ એજ્યુકેશન માટે અમેરિકાના એન્યુકેશન નેટવર્ક સાથે જોડવામાં આવે છે. હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓને અમેરિકા સ્થિત અધિકૃત યુનિવર્સિટીઓની માહિતી આપવામાં આવે છે.આ  પ્રસંગે આશરે 4 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. નવી દિલ્હી ખાતેના અમેરિકન એમ્બેસેડરના પ્રતિનિધિ તેમજ ચેન્નઈ, હૈદરૈાબાદ અને કોલકાતા તેમજ મુંબઈના કોન્સલ જનરલોએ પણ હાજરી આપી હતી.એડમિશનમાટે જે જે જરૂરી પ્રક્રિયા હોય તેઅંગેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં હતી. વિદ્યાર્થી તેમજ તેમના વાલીઓ સાથે પ્રશ્નોત્તરી પણ યોજવામાં આવી હતી. યુએસ. કોન્સલ જનરલ – મુંબઈ દ્વારા પ્રકાશિત અખબારીયાદીમાં આ માહિતી આપવામાં આવી હતી.