સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ, દાનવીર દામજીભાઈનું નિધન

 

મુંબઇ: સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ, કચ્છી જૈનરત્ન, સુવિખ્યાત ઉદ્યોગપતિ અને જાણીતા દાનવીર દામજીભાઈ લાલજીભાઈ એન્કરવાલાનું અવસાન થતાં સમગ્ર કચ્છ તેમજ બૃહદ જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. મૂળ કુંદરોડીના દામજીભાઈ ટૂંકી માંદગી બાદ ૮૬ વર્ષની વયે વિદાય લઇ ગયા છે. એમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો, વકીલો, ઈજનેરો, આગેવાનો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા. ચુંબકીય વ્યક્તિત્વ ધરાવતા દામજીભાઈએ નાની વયે ઉદ્યોગમાં સફળતા મેળવીને એન્કર ઈન્ડસ્ટ્રીઝને ચરમસીમાએ પહોંચાડી છે. કચ્છની આરોગ્ય સેવા, જીવદયા સંસ્થાઓમાં તેમણે કરોડો ‚પિયાનું દાન આપીને કચ્છની સેવા કરી છે. તેઓના અવસાનથી ગુજરાતમાં શોકની લાગણી ફરી વળી છે.