
બેંગલોરઃ આઇપીએલ 2018ની હરાજીના અંતે સૌરાષ્ટ્રનો સ્ટાર ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો હતો અને રૂ. 11.5 કરોડમાં વેચાયો હતો. ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો હતો. આ બન્ને ખેલાડીઓને રાજસ્થાન રોયલ્સે ખરીદી લીધા હતા. ભારત માટે એક ટેસ્ટ, સાત વન-ડે અને ચાર ટી-20 રમેલા જયદેવ ઉનડકટે કહ્યું હતું કે મને સારી રકમ મળશે તેમ મેં વિચારેલું, પણ આટલા બધા રૂપિયા મળશે તેવું ક્યારેય વિચાર્યું નહોતું. બે દિવસની હરાજીમાં 169 ખેલાડી વેચાયા હતા.