સૌથી વધુ ફોલોવર ધરાવનાર વિશ્વનાં પ્રથમ મહિલા- વિદેશમંત્રી સુષમા સ્વરાજ

0
860

વિદેશમંત્રી તરીકે ફરજ બજાવી રહેલા સુષમા સ્વરાજની કામગીરીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેકવાર પ્રશંસા કરી છે. સુષમા સ્વરાજે વિદેશમંત્રી તરીકે સમગ્ર વિશ્વમાં માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. બુધ્ધિમતા, કાર્યકુશળતા, સંવેદનશીલતા, અનુભવ અને પરિપકવતા એ સુષમાજીનો ગુણ- વિશેષ છે. ઈમિગ્રાન્ટો સહિત આમ જનતાની સમસ્યાઓનું શીઘ્રતાથી નિરાકરણ કરવા માટે તેમની પ્રશંસા કરવામાં આવે છે. વિદેશમંત્રી સુષમા સ્વરાજે ટવીટર પર ફોલોવર્શની સંખ્યાને મામલે વિક્રમ સર્જયો છે. સંચાર એજન્સી બીસીડબલ્યુના અહેવાલ અનુસાર, તેઓ દુનિયાની સૌથી વધુ ફોલોઅર ધરાવતાં પ્રથમ મહિલા બન્યાં છે. આ અંગેના ઓલઓવર  રેન્કિંગમાં તો સાતમુ સ્થાન ઘરાવે છે. જયારે ભારતના નડાપ્રધાન નરેન્દ્ર મોદી ફોલોઅર્સની સંખ્યાના મામલે દુનિયાભરમાં ત્રીજા સ્થાને છે.