સૌથી પહેલા કોરોના વેક્સીન તૈયાર કરી દુનિયા પર હાવી થઈ શકે છે ચીન 

 

વોશિંગ્ટનઃ દુનિયાના ઘણા દેશો કોરોના વાઇરસની વેક્સીન તૈયાર કરવામાંની રેસમાં સામેલ થઇ ગયા છે. આ વચ્ચે અમેરિકી અધિકારીઓએ ડર વ્યક્ત કર્યો છે કે જો ચીન કોરોના વાઇરસની સૌથી પહેલા રસી તૈયાર કરી લે છે તો તેનો ઉપયોગ આર્થિક લાભ અને કુટનીતિક લાભ હાંસલ કરી શકે છે.

એક તરફ દુનિયાના લોકો એકબીજા સાથે જાણકારી શેર કરીને કોરોના વેક્સીન પર કામ કરી રહ્યા છે તો બીજી બાજુ અમેરિકા અને ચીન પોતાના દમ પર વેક્સીન બનાવવાની કામગીરી કરી રહ્યું છે. પોલીટીકોના રિપોર્ટ અનુસાર, અમેરિકાની નેશનલ સિક્યુરીટી એજન્સી સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને (ચીન) એ ખબર છે કે જે દેશ સૌથી પહેલા કોરોનાની વેક્સીન તૈયાર કરી લેશે તે દેશ દુનિયાભરમાં રાજ કરશે. 

પેન્ટાગોન અને સિઆઇઈના પૂર્વ અધિકારી મૈટ ક્રોએનીંગે જણાવ્યું હતું કે, ચીન તરફથી મોકલી આપવામાં આવતી સહાયતા સાથે ઘણા તેના હિત જોડાયેલા છે. તેઓ તેનો ઉપયોગ કરીને પોતાનો પ્રભાવ વધારવા માટે અને અમેરિકાને પાછળ ધકેલવા માટે કામ કરી શકે છે. એપ્રિલમાં ચીને જણાવ્યું હતું કે, કોરોના વાઇરસની એક વેક્સીનની શરૂઆતની ટ્રાયલના રીઝલ્ટ ખુબ જ સારા આવ્યા છે.

મહત્વની વાત એ છે કોરોના વાઇરસ ચીનથી જ ફેલાયેલો છે જેના માટે સંભવ છે કે ચીન અન્ય દેશોના મુકાબલે પહેલા જ વેક્સીન તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું હશે. વુહાનથી કોરોના વાઇરસના ફેલાવાને લઈને ચીન પર દુનિયાભરમાં સવાલ ઉઠી રહ્યા છે. એવામાં જો ચીન સૌથી પહેલા વેક્સીન તૈયાર કરી લે છે તો અન્ય દેશ સાથે મળીને પોતાની છબી સુધારવાનો પ્રયત્ન કામ કરી શકે છે.

અમેરિકી નેશનલ સિક્યુરીટી સાથે જોડાયેલા એક અધિકારીનું માનવું છે કે, વેક્સીન નિર્માણને લઈને ચીનને કોઈ બઢત મળી નથી. પરંતુ અધિકારીનું કહેવું છે કે, એ પણ પેટર્ન રહી છે કે તે બીજી વસ્તુઓ અને રીસર્ચની ચોરી કરવાની કોશિશ કરી શકે છે.