સો સો ચૂહે ખા કે બિલ્લી હજ કો ચલી

 અભિનેતા શાહિદ કપુરને હવે એવું લાગે છેકે, ઉત્તમ કથાવાળી ફિલ્મમાં જ ભૂમિકા ભજવવી જોઈએ.. કથા બહુ મહત્વની છે, કથા જ દર્શકોને જકડી રાખે છે, કથાનક સારું હોય તો કલાકારને પણ એમાં અભિનય કરવાની મજા આવે છે …વગેરે વગેરે..

 શાહિદ કપુર બહુ જ પ્રતિભાશાળી કલાકાર છે.. હૈદર, કબીર સિંહ, જબ વી મેટ ને કમીને ફિલ્મોમાં એના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. પરંતુ શાહિદે ઉત્તમ કથાનક વાળી ફિલ્મોને પસંદ કરીને એમાં જ અભિનય કરવાની જે ઘોષણા કરી તે વાત ઝટ ગળે ઉતરતી નથી. તેણે  અગણિત નકામા કથાનક-વાર્તા ધરાવતી ફિલ્મોમાં પણ ભૂમિકાઓ ભજવી જ છે. જે મળે તે ફિલ્મ સાઈન કરીને નાણાં રોકડા કરી લેવાનું વલણ ધરાવતા અભિનેતાઓમાં એનું નામ પણ સામેલ છે. રાજકુમાર, ફટા પોસ્ટર, નિકલા હીરો જેવી ફિલ્મો પણ તેણે જ સાઈન કરી હતી. વળી કબીર સિંહ ફિલ્મની વાર્તા તો એક સુશિક્ષિત યુવકની વાત હતી. એક હોનહાર યુવા ડોકટર પોતાના સ્વભાવને કારણે વ્યસનનો ભોગ બનીને જીવનને કેવું આડે પાટે ચઢાવી દે છે તેનું ઉદાહરણ હતું. પરંત ઉડતા  પંજાબ કે  શાહિદ અભિનિત અન્ય ફિલ્મો  જોઈને દર્શકને એવી લાગણી અવશ્ય થાય છે શાહિદ કપુર જેવો સમજદાર ને સંવેદનક્ષમ અદાકાર શી રીતે આવી પસંદગી કરી શક્યો હશે.. પણ હવે મોડે મોડે શાહિદ કપુરને બ્રહ્મજ્ઞાન લાધ્યું છે..આ સમાચાર જાણીને કેટલાક ફિલ્મ- સમીક્ષકો વ્યંગમાં કહે છે.. સો સો ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી..