સોહરાબુદી્ન  એનકાઉન્ટર કેસમાં મુંબઈની હાઈકોર્ટે ગુજરાત પોલીસ વડા વણજારા  સહિત અન્ય પાંચ પોલીસ કર્મીઓને પણ આરોપોમાંથી નિર્દેોષ જાહેર કરીને મુક્ત કર્યા હતા. ગત જુલાઈના બે સપ્તાહમાં સતત રોજ ઉપરોક્ત સોહરાબુદી્ન  એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી હતી. નીચલી અદાલતમાં કેટલાક આરોપીઓને આરોપમાંથી મુક્ત કરાયાનું જાહેર થયા બાદ આ ચુકાદાના ફેંસલા સામે મુંબઈની વડી અદાલતમા અરજી કરવામાં આવી હતી. પોલીસ વડા વણઝારા અને પાંડિયનને  નિર્દોષ છોડી મૂકવાના ચુકાદા સામે સોહરાબુદી્નના ભાઈ રુબાબુદી્ને હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને નીચલી અદાલતે આપેલા ફેંસલાને પડકાર્યો હતો.

0
757

   મુંબઈની હાઈકોર્ટે સોહરાબુદી્ન એન્કાઉન્ટર કેસમાંવણજારા સહિત રાજકુમાર પાંડિયન,, એન કે અમીન, રાજસ્થાન પોલીસતંત્રના દિનેશ એમએન, તેમજ દલપત સિંહ રાઠોડને આરોપમાંથી મુકત જાહેર કરીને છોડી  મૂક્યા હતા. મંબઈની હાઈકોર્ટના જસ્ટિસ એ એમ બદરે ગુજરાતના પોલીસ અધિકારી વિપુલ અગ્વાલને પણ 2005- 20006માં ઘટિત સોહરાબુદી્ન, તેની પત્ની કૌસર બી તેમજ તેના સહયોગી તુલસી રામ પ્રજાપતિના એન્કાઉન્ટરના આરોપોના મામલામાંથી નિર્દોષ  જાહેર કરીને કેસમાંથી મુક્ત કર્યા હતા.