સોશ્યલ મિડિયા પર એક વિડિયો શેયર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એપના સર્વેમાં ભાગ લેવાની વિનંતી કરી

0
828

લોકસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નિકટ આવતા જાય છે તેમ તેમ પ્રચાર માટે વિવધ રાજકીય પક્ષો વિવિધ પ્રકારના નુસ્ખા અજમાવતા રહે છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મિડિયા પર એક વીડિયો શેયર કર્યો છે. જેમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ નમો એપ દ્વારા સંચાલિત સર્વેમાં ભાગ લે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની કામગીરી અને વિવિધ મુદા્ઓ બાબત જનતાનો અભિપ્રાય જાણવા માગે છે. ઉપરોક્ત સર્વેમાં કુલ 8 સવાલ પૂછવામાં આવ્યા છે. જેના જવાબોથી સરકારને ખ્યાલ આવે કે સરકારના અત્યાર સુધીના કામકાજ  બાબત, સરકારની યોજનાઓ અને ભવિષ્યની કામગીરી અંગે લોકો શું વિચારે છે, જનમત શું ઈચ્છે છે..આ સર્વેમાં લોકોને ભાજપના કેટલાક નેતાઓ વિષે પણ પૂછવામાં આવ્યું છે.

ફેસ બુક પર શેયર કરવામાં આવેલા વિડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, નમો એપ પર એક સર્વે લોન્ચ કરવામાં આવ્યો છે. હું સર્વેના માધ્યમથી તમારો અભિપ્રાય જાણવા માગુ છું. આપનો અભિપ્રાય, આપનું ફીડબેક મારા માટે ખૂબ જ મહત્વનું છે. આપના ફીડબેકને કારણે મને મહત્વના ફેંસલાઓ લેવામાં સરળતા રહેશે,.