સોયની અણી જેટલી જમીન પણ કોઈ લઇ શકતું નથીઃ અમિત શાહ

અરૂણાચલ પ્રદેશઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અરૂણાચલ પ્રદેશના પ્રવાસે પહોંેચી ગયા છે. કેન્દ્રીય ગૃહપ્રધાને કિબિથુમાં ‘વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ અને વિવિધ વિકાસ પ્રોજેકટસ લોન્ચ કર્યા. આ દરમિયાન તેમણે ચીનને જડબાતોડ જવાબ આપ્યો હતો. વાસ્તવમાં, ચીને આજે જ અમિત શાહની મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો હતો. આના પર શાહે કહ્યું કે કોઇ આંખ ઉંચી કરીને પણ અમારી જમીન પર જોઇ શકે નહી. આપણી સરહદો આપણા જવાનોની બહાદુરીથી સુરિક્ષત છે. આવી સ્થિતિમાં આપણી સરહદમાં અતિક્રમણનો પ્રશ્ન જ નથી. દેશની સોયની અણી જેટલી જમીન કોઇ લઇ શકતું નથી.
અરૂણાચલ પ્રદેશના કિબિથુખાતે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે સમગ્ર રાષ્ટ્ર આજે તેમના ઘરે શાંતિથી સૂઇ શકે છે. કારણ કે અમારા આઇટીબીપી જવાન અને સેના અમારી સરહદો પર દિવસ-રાત કામ કરી રહ્યાં છે. આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આપણા પર ખરાબ નજર રાખવાની શક્તિ કોઇમાં નથી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ અમીત શાહે વધુમાં કહ્યું હતું કે, ૨૦૧૪ પહેલા સમગ્ર નોર્થ ઇસ્ટ વિસ્તારને અવ્યવસ્થિત વિસ્તાર તરીકે ઓળખવામાં આવતો હતો. પરંતુ છેલ્લા ૯ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘લુક ઇસ્ટ’ નીતિના કારણે હવે નોર્થ ઇસ્ટને એક એવો વિસ્તાર માનવામાં આવે છે જે દેશના વિકાસમાં યોગદાન આપે છે.
઼ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ૨૧ ઓકટોબર, ૧૯૬૨ના રોજ તત્કાલિન કુમાઉ રેજિમેન્ટના છ અધિકારીઓ અહી બહાદુરીથી લડ્યા અને જેના થકી ભારતની ભૂમિની રક્ષા થઇ શકી. હું તેમને શ્રદ્ઘાંજલિ આપવા માંગુ છું.
૧૯૬૩માં ટાઇમ મેગેઝીનમાં લખવામાં આવ્યું હતું કે કિબિથુમાં જે યુદ્ઘ થયું તેમા ભારતીયસેના પાસે શસ્ત્રો ઓછા હતા. પરંતુ તેમની બહાદુરી આખી દુનિયાની સેના કરતા વધુ હતી. અગાઉ, કેન્દ્રીય ગૃહ પ્રધાનની મુલાકાત પર વાંધો વ્યકત કરતા, ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે અમિત શાહની મુલાકાત તેની ક્ષેત્રીય સંપ્રભુતાનું ઉલ્લંઘન છે.
ચીને એમ પણ કહ્યું કે તે ગૃહમંત્રીની અરૂણાચલ પ્રદેશની મુલાકાતનો સખત વિરોધ કરે છે.