સોનુ કે ટીટુકી સ્વીટી ફિલ્મે ટિકિટબારી પર 100 કરોડનું કલેકશન કર્યું …

0
910

 

પ્યાર કા પંચનામાની કામયાબી પછી એના નિર્દેશક લવ રંજને  સંબંધોને અગ્રીમતા આપતી એક ફિલ્મ સોનુકે ટીટૂકી સ્વીટી રજૂ કરી છે. આ ફિલ્મને પ્રેક્ષકોએ ઉત્સાહભર્યો પ્રતિસાદ આપ્યો છે. પોતાના મિત્રની સલાહ માનીને પોતાને ગમતી યુવતી સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરનાર મિત્રની કથા હળવાશથી રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં કાર્તિક આર્યન, નુસરત ભરુચા અને સની સિંઘ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મના નિર્માણનું બજેટ અતિ મર્યાદિત હતું. આ ફિલ્મ રિલિઝ થયા પછી ચોથા સપ્તાહમાં 100 કરોડના કલેકશનનો આંક વટાવીને આગળ વધી રહી છે. નવા કલાકારોને પેશ કરતી સોનુકે ટીટુકી સ્વીટી ફિલ્મની સફળતાને કારણે અનેક નવોદિત યુવાન કલાકારોને ફિલ્મ – નિર્માણના ક્ષેત્રે ઝંપલાવવા પ્રોત્સાહિત કરશે એવું માનવામાં આવી રહ્યું છે.