
ટેલિવિઝન મિડિયાના સમાચાર સૂત્રોનો જણાવ્યા અનુસાર, છેલ્લા 20-21 વરસથી ટીવીના પરદે સોની ચેનલ દ્વારા પેશ કરવામાં આવતો શો સીઆઈડી હવે ટૂંકસંમયમાં બંધ થઈ જશે. તેનો છેલ્લો એપિસોડ આગામી 27મી ઓકટોબરે પ્રસારિત કરવામાં આવશે. શોના નિર્માતા અને સોની ટીવીના નિયોજકો વચ્ચે કોઈક વાત પર મતભેદ થવાથી સોનીએ આ શો બંધ કરી દેવાનો નિર્ણય લીધો હતો. સીઆઈડી સો દરેક વર્ગ અને દરેક વય જૂથના લોકોને ગમતો શો છે. તેમાં પણ એસઈપી પ્રદ્યુમને તો દર્શકોમાં ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. તેમની સંવાદબોલવાની છટા અને તેમનો તકિયાકલામ કુછ તો ગરબડ હૈ, દયા, કુછ તો ગરબડ હૈ- લોકોને લાંબા સમય સુધી યાદ રહેશે.