સોની કેબલ રજૂ થઈ રહેલી ઐતિહાસિક સરસ  હિન્દી સિરિયલ – પોરસ

0
2751

 

 

27 નવેમ્બર , 2017થી ટીવીના પરદે પ્રદર્શિત થઈ રહેલી ઐતિહાસિક કથાનકવાળી સિરિયલનો દરેક એપિસોડ રસપ્રદ હોય છે. આજથી આશરે 2400- 2500 વરસ પહેલાં અંદાજે ઈ.સ. પૂર્વે 324 ના સમયગાળા દરમિયાન પરશિયાનો શાહ ડરાયસ અને પૌરવ સામ્રાજયનો પોરસ, રાજા બોમની અને દસ્યૂ સામ્રાજયની વાત અતિ પ્રતીતિકર રીતે , કલાત્મકતાથી ,અર્થગંભીર સંવાદો  અને પ્રશંસનીય અભિનય સાથે રજૂ કરવામાં આવી છે. અસરકારક પટકથા અને સંવાદો , ભવ્ય અને વિશાળ ફલક પર વિસ્તરતી કથાને શોભે અને છાજે એવો મનોહર સન્નિવેશ અને સમજણપૂર્વકનું તેમજ મેલોડ્રામાને મર્યાદા સાથે અભિવ્યક્તિ આપતું ઠાવકું અને સમજદારીપૂવર્કનું દિગ્દર્શન – પોરસને પ્રશંસાપાત્ર બનાવે છે.

આ સિરિયલના આખા કથાનકની અહીં ચર્ચા કરવાનો ઉપક્રમ નથી. એલેકઝાન્ડર ધ ગ્રેટ- સિકંદર અને માતૃભૂમિને  દિલોજાનથી ચાહનારા રાજવી પોરસ- વિશ્વના ઈતિહાસના બે મહાન અને ગરિમાપૂર્ણ અને પ્રતાપી ચરિત્રોને ઈમાનદારીથી પેશ કરવાનો સર્જનાત્મક પુરુષાર્થ કરનારા પોરસ સિરિયલના તમામ કલાકાર- કસબીઓ અને ટેકનિશિયનો અભિનંદનને પાત્ર છે. લક્ષ લાલવાની, રોહિત પુરોહિત, રતિ પાંડે આદિ કલાકારો આ સિરિયલમાં કામ કરી રહ્યા છે. પોરસની ભૂમિકામાં લક્ષ લાલવાનીનો ખાસ ઉલ્લેખ કરવો પડે…સિરિયલના ક્રિયેટિવ પ્રોગ્રામર સિધ્ધાર્થકુમાર તિવારી ભારતના ગૌરવપૂર્ણ ઈતિહાસને રજૂ કરવા માટે શાબાશીના અધિકારી બન્યા છે.. ભારતીય ઈતિહાસ, સંસ્કૃતિ, સંસ્કારરીતિ પ્રત્યે આદર ધરવતા પ્રત્યેક કલારસિકે આ સિરિયલના એપિસોડ જોવાની તક લેવી જોઈએ