સોનીનો લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ  રજૂ થઈ રહ્યો.છે.

0
780

હિન્દી મનોરંજન વિશ્વ સાથે પરિચિત તેમજ ટેલિવિઝન સિરિયલ તેમજ રિયાલિટી શોના રસિયાઓ માટે આનંદના સમાચાર છે. કૌન બનેગા કરોડપતિ શો તેની 10મી સિઝન સાથે રજૂ થઈ રહ્યો છે. મહાનાયક અમિતાભ બચ્ચન જેવા બહુમુખી પ્રતિભાસંપન્ન મેધાવી કલાકારે આ શો હોસ્ટ કરીને એની ગુણવત્તા, લોકપ્રિયતા અને મનોરંજકતા સાથે સામાજિક પ્રતિબધ્ધતાનો જોડીને આ સમગ્ર શોની આનબાન શાન વધારી દીધી છે. માત્ર ભારતમાંજ નહિ, સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોમાં આ શોના બેહિસાબ ચાહકો છે. આ શોની 10મી સિઝનમાં ભાગ લેવા માટે આગામી 6જૂન, રાતના 8-30 વાગ્યાથી રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ થઈ જશે. કૌન બનેગા કરોડપતિનો ફર્સ્ટ પ્રોમો વિડિયો હાલમાં પ્રસારિત કરવામાં આવ્યો છે. જેમાં અમિતજી ડબલ રોલમાં નજરે પડીા રહ્યા છે. તેઓ શોનું થીમ સોન્ગ ગાઈ રહ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, કૌન બનેગા કરોડપતિની 10મી સિઝનમાં કુલ 30 એપિસોડ પ્રસારિત કરવામાં આવશે. જે માત્ર 10 સપ્તાહ સુધી જ ચાલશે. કોન બનેગા કરોડપતિની 9મી સિઝન અતિ લોકપ્રય બની હતી. તેનો જિયો જેકપોટ રાઉન્ડ દર્શકેો અતિ આનંદથી રમ્યા હતા. આ શોમાં સ્પર્ધક તરીકે ભાગ લેવાની નિયમાવાલિ અને રીત વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. કેબીસીની શરૂઆત 2000ના વરસથી થઈ હતી. ત્યારથી લઈને આજસુધી દરેક સિઝન અમિતજી જ હોસ્ટ કરતાં રહ્યા છે. શોની ચાહના અને લોકપ્રિયતા દિન-પ્રતિદિન વધતી જ રહી છે.