
મધયપ્રદેશના જબલપુર ખાતે આયોજિત દેવર્ષિ નારદ પત્રકારત્વ સન્માન સમારંભમાં ભાગ લેવા આવેલા ભાજપના અગ્રણી અને આખાબોલા નેતા સુબ્રહ્મણ્યમસ્વામીએ કહ્યું હતું કે, સોનિયાજી હંમેશ એવું કહેતા હોય છે કે એમની પાસે કેમ્બ્રિજ યુનિવર્સિટીની ડિગ્રી છે, પરંત એવાત ખોટી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું જયારે કેમ્બ્રિજની મુલાકોતે ગયો હતો ત્યારે મેં સોનિયાજીની ડિગ્રી વિષે પૂછપરછ કરી હતી . એ સમયે લોકો પાસેથી એવી માહિતી મળી હતી કે, સોનિયાજીતો કેમ્બ્રિજની હોટેલમાં વેઈટ્રેસનું કામ કરતા હતા. સ્વામીએ જણાવ્યું હતું કે. પંડિત જવાહરલાલ નહેરૂને ભારતરત્ન સન્માન એનાયત કરવામાં આવ્યું હતું, પણ તેમનાથી વધુ શિક્ષિત અને કાબેલ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને તેમજ સરદાર વલ્લભભાઈ પટેલને કોંગ્રસ સરકારે ભારત રત્નનું સન્માન કેમ ના આપ્યું ?