સોનિયા ગાંધીએ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી

0
898

કોંગ્રસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ અટલજીના અવસાન અંગે શોક વ્યક્ત કરતાંં કહ્યું હતું કે, વાજપેયીએ  જીવનભર લોકતાંત્રિક મૂલ્યોની જાળવણી કરી હતી. તેમના પ્રત્યેક કાર્યમાં તેમની નિષ્ઠા અને પ્રતિબધ્ધતા પ્રગટ થતી હતી. સોનિયા ગાંધીએ અટલજીના નિવાસસ્થાનની મુલાકાત લઈને દિવંગત નેતાને અંજલિ આપી હતી. તેમણે વધુમાં જમાવ્યું હતું કે, વાજપેયીજીના અવસાનથી મને ખૂબજ જ દુખ થયું છે. તેઓ રાષ્ટ્રીય જીવનમાં વિશાળ વ્યક્તિત્વ ધરાવનારા ટોચના અને નિષ્ઠાવાન રાજ-પુરુષ હતા.