સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરવાની ઉત્તમ તક

 

નવી દિલ્હીઃ સોનાના ભાવમાં બુધવારે ૯-૯-૨૦૨૦ના બજાર ખુલવાની સાથે ઘટાડો જોવા મળ્યો હતો. સવારના સમયે સોનું મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (પ્ઘ્હ્) પર લગભગ ૨૦૭ રૂપિયાના ઘટાડા સાથે ૫૧૧૪૬.૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. ચાંદી ૫૪૦.૦૦ રૂપિયાના ઘટાડા સાથે  ૬૭૯૫૪.૦૦ રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહ્યું હતું. 

વીએન વૈદ્ય એન્ડ એસોસિએટ્સના ભાર્ગવ વૈદ્યના જણાવ્યા પ્રમાણે આ સમયે સોનાનો ભાવ જે રીતે ચાલી રહ્યો છે, તેમાં રોકાણકારોને એન્ટ્રી કરવાની સારી તક છે. આ સ્તર પર રોકાણ કરવાથી સોનામાં રોકાણકારોને સારું રિટર્ન મળશે. જે રોકાણકારોના પોર્ટફોલિયોમાં સોનું નથી અથવા ઓછું છે તો તેણે સોનામાં રોકાણ વધારવું જોઈએ. 

મોતીલાલ ઓસવાલના કિશોર નરાને પ્રમાણે જો તમે લાંબા સમય સુધી સોનામાં રોકાણ કરવા ઈચ્છે છો તો આ સારી તક છે. ૨૦૨૧ના અંતમાં સોનું ૬૫૦૦૦ રૂપિયાના લેવલ સુધી પહોંચવાની સંપૂર્ણ સંભાવના છે. 

ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું ચલણ વધ્યા બાદ લોકોએ કેશમાં સોનું ખરીદવાનું ઓછું કર્યું છે. ડિજિટલ માધ્યમથી પણ સોનું ખરીદી શકાય છે. એટલે તમે સોનાનું પેમેન્ટ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ઈન્ટરનેટ બેન્કિંગથી કરી શકો છો. પરંતુ જીએસટી લાગુ થયા બાદ સોનાની ખરીદી પર ગ્રાહકે ત્રણ ટકા ટેક્સ ચુકવવો પડે છે. આ ટેક્સ મેકિંગ ચાર્જ પર પણ લાગે છે.