સોનાલી બોઝની ફિલ્મ ધ સ્કાય ઈઝ પિન્કનું શૂટિંગ પૂર્ણ થયું

0
912

        જાણીતા અભિનેતા – નિર્દેશક ફરહાન અખ્તર અને અભિનેત્રી પ્રિયંકા ચોપરાને મુખ્ય ભૂમિકામાં પેશ કરતી ફિલ્મ ધ સ્કાય ઈઝ પિન્કનું શૂટિંગ તાજેતરમાં પૂરું થયું હોવાનું બોલીવુડના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ, લંડન અને આંદામાન નિકોબાર ટાપુ પર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા એક ટીનેજર પુત્રીની સિંગલ માતાની ભૂમિકા ભજવી રહી છે. પુત્રીની ભૂમિકા ઝાઈરા વસીમ ભજવે છે. ફિલ્મના સર્જક સોનાલી બોઝે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં કલાકારોએ ખૂબજ સરસ અભિનય આપ્યો છે. તેમના અભિનયની હું દિલથી પ્રશંસા કરું છું. આ ફિલ્મ દર્શકોને જરૂર ગમશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here