
દાયકાઓ સુધી હિન્દી જગતમાં પોતાની આગવી અભિનય -છટા અને સંવાદો બોલવાની
અનોખી શૈલીને કારણે નામ અને પ્રતિષ્ઠા હાંસલ કરનારા ખલનાયક શત્રુધ્ન સિંહાની પુત્રી સોનાક્ષી સિંહાએ સલમાન ખાનની દબંગ ફિલ્મથી બોલીવુડમાં જોરદાર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ એ એક ફિલ્મની સફળતાને કારણે સોનાક્ષીને બીજી અનેક ફિલ્મો માટે ઓફર મળી હતી. બહુ જ ટૂંકા સમયગાળામાં સોનાક્ષીએક વ્યસ્ત અભિનેત્રી બની ગઈ હતી. શાહીદ કપૂર,જોન અબ્રાહમ, સિધ્ધાર્થ મલહોત્રા વગેરે કલાકારો સામે એ મુખ્ય ભૂમિકામાં રજૂ થઈ હતી પણ એની એ ફિલ્મોને ટિકિટબારી પર સફળતા મળી નહિ. તાજેતરમાં રજૂ થયેલી એની ફિલ્મ વેલકમ ટુ ન્યુ યોર્ક પણ કશો કમાલ દેખાડી શકી નથી. નવા યુવા અભિનેતા સિધ્ધાર્થ મલહોત્રા સાથે મુખ્ય ભૂમિકામાં રજૂ થયેલી રહસ્ય અને અપરાધનું કથા-બીજ ધરાવતી ફિલ્મ ઈત્તેફાક પણ ફલોપ ગઈ હતી. એકશન અવતારવાળી અકીરાએ પણ કશું કૌવત દેખાડ્યું નહોતું. જો આ રીતે જ સોનાક્ષીની ફિલ્મો સતત નિષ્ફળતા મેળવતી રહેશે તો આજના સ્પર્ધાત્મક બોલીવુડમાં ટકી રહેવું એના માટે અઘરું બનશે…