સોનમ કપૂર ‘ઝોેયા ફેકટર’ની તૈયારીમાં મશગૂલ


અભિનેત્રી સોનમ કપૂર પોતાની આગામી ફિલ્મ ‘ઝોયા ફેક્ટર’ની તૈયારીમાં મશગૂલ છે. આ ફિલ્મ લેખિકા અનુજા ચૌહાણની એ જ નામની નવલકથા પરથી બની રહી છે. ફિલ્મમાં એક એડવર્ટાઇઝિંગ કંપનીની કર્મચારી ઝોયા ભારતીય ક્રિકેટ ટીમના સંપર્કમાં આવે છે અને ટીમ પોતાના વિજય માટે આ યુવતીને શુકનિયાળ ગણે છે. આમાં મુખ્ય રોલ સોનમ કપૂરનો છે. લેખિકા અનુજા ચૌહાણનો દાવો છે કે મારી નવલકથા ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી તૈયાર છે એટલે ફિલ્મ ફલોર પર જાય તે અગાઉ સોનલ અનુજા ચૌહાણને મળવા આતુર છે. સોનમે કહ્યું કે મેં આખી નવલકથા વાંચી છે. ઉલ્લેખનીય છે કે સોનમ આ વર્ષે જૂન-જુલાઈમાં પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કરવાની હતી, પણ શ્રીદેવીના અવસાનના કારણે હાલ પૂરતા લગ્ન મોકૂફ રહ્યા છે એટલે સોનમ પોતાની નવી ફિલ્મની તૈયારી કરી રહી છે.