સોનમ કપૂરને ગમે છે હટકે વિ્ષયની વિશિષ્ટ ફિલ્મો

0
966

તાજેતરમાં સોનમ કપુરે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, એને સામાજિક જાગૃતિ ફેલાવતી , કશાોક સંદેશો આપતી સામાજિક સભાનતા કે પ્રતિબધ્ધતાની વાત કરતી ફિલ્મમાં અભિનય કરવામાં વિશેષ રૂચિ છે. હાલમાં અક્ષયકુમારની ફિલ્મ પેડમેન માં સોનમ કપુર ભૂમિકા ભજવી રહી છે.,અગાઉ  નીરજા ફિલ્મમાં તેના અભિનયની ચાહકો અને વિવેચકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી.

જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલહોત્રા સોનમ કપુરની ફેશન સેન્સ તેમજ અભિનયના બહુ જ વખાણ કરે છે. તેઓ કહે છેકે, સોનમ ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિ છે. તેણે વધુ ને વધુ ફિલ્મોમાં કામ કરવું જોઈએ.