સોધેબીની હરાજીમાં રાજા    રવિ વર્માનું પેઇન્ટિંગ તિલોત્તમા આકર્ષણનું કેન્દ્ર  

0
1011
ફ્રાન્સીસ ન્યુટોન સોઉઝા દ્વારા પેઇન્ટિગ અનટાઇટલ્ડ (હેડ ઓફ એ પ્રીસ્ટ)

ન્યુ યોર્કઃ ન્યુ યોર્ક સિટીમાં સોધેબીની મોડર્ન અને કન્ટેમ્પરરી સાઉથ એશિયન આર્ટ હરાજીમાં રાજા રવિ વર્માનું પેઇન્ટિંગ ‘અનટાઇટલ્ડ (તિલોત્તમા)’ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જે 7,95,000 ડોલરમાં વેચાયું હતું. આ હરાજીમાં 44 ચિત્રો વેચાણ માટે મૂકવામાં આવ્યાં હતા, જેના 27,91,500 ડોલર ઊપજ્યા હતા.
રાજા રવિ વર્માનું ઓઇલ કેન્વાસ પેઇન્ટિંગ 1896માં દોરવામાં આવ્યું હતું, જેને ચાર લાખ ડોલરથી છ લાખ ડોલરની અગાઉની અંદાજિત કિંમત કરતાં વધારે કિંમત મળી હતી, પરંતુ તેમના અગાઉના પેઇન્ટિંગના વેચાણનો રેકોર્ડ તોડી શકયું નહોતું. તેમનું અગાઉનું પેઇન્ટિંગ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાયું હતું. માર્ચ, 2017માં સોધેબી દ્વારા હરાજીમાં રાજા રવિ વર્માનું ‘અનટાઇટલ્ડ (દમયંતી)’ પેઇન્ટિંગ 1.2 મિલિયન ડોલરની વિક્રમજનક કિંમતે વેચાયું હતું. નવેમ્બર, 2016માં રાજા રવિ વર્માનું પેઇન્ટિંગ ‘રાધા ઇન ધ મૂનલાઇટ’ પુન્ડોલની હરાજીમાં રૂ. 23 કરોડની વિક્રમજનક કિંમતે વેચાયું હતું.
સોધેબીનાં અન્ય મહત્ત્વપૂર્ણ પેઇન્ટિંગ્સમાં ફ્રાન્સીસ ન્યુટન સોઉઝાનું ‘અનટાઇટલ્ડ (હેડ ઓફ એ પ્રીસ્ટ)’ એક લાખ ડોલરમાં વેચાયું હતું, જેની કિંમત 40 હજાર ડોલરથી 60 હજાર ડોલર અંદાજવામાં આવી હતી. રામેશ્વર બ્રુટાનું પેઇન્ટિંગ ‘હેલ્મેટ’ 1,75,000 ડોલરની કિંમતે વેચાયું હતું, જેની કિંમત 70 હજાર ડોલરથી 90 હજાર ડોલર અંદાજવામાં આવી હતી. જ્યારે બિકાશ ભટ્ટાચાર્યજીનું પેઇન્ટિંગ ‘અનટાઇટલ્ડ (રૂફટોપ્સ) 1,25,000 ડોલરમાં વેચાયું હતું, જેની અંદાજિત કિંમત 1,20,000 ડોલરથી 1,80,000 ડોલર હતી.

બિકાશ ભટ્ટાચાર્યજી દ્વારા ચિત્રિત પેઇન્ટીંગ અનટાઇટલ્ડ (રૂફટોપ્સ)

સોધેબીની હરાજીમાં સૌથી નિરાશાજનક બાબત એ હતી કે સઇદ હૈદર રઝાના બે પેઇન્ટિંગ ‘વિલે પ્રોવેન્કેલ’ અને ‘લા ટેરે’ (અંદાજિત કિંમત પાંચ લાખ ડોલર-સાત લાખ ડોલર)નું વેચાણ થયું નહોતું. આ વેચાણમાં ભારતની મોડર્ન અને કન્ટેમ્પરરી ફોટોગ્રાફીની વૈવિધ્યપૂર્ણ પસંદગી દર્શાવવામાં આવી હતી, જેમાં માર્ગારેટ બ્રુક-વ્હાઇટના ‘મહાત્મા ગાંધી, ધ સ્પિનર’, (કે જેનો ટાઇમ મેગેઝિન દ્વારા ભારતની ‘સૌથી ઓલટાઇમ પ્રભાવશાળી 100 તસવીરો’માં સમાવેશ કરવામાં આવ્યો હતો) જે ચાર હજાર ડોલરમાં વેચાઈ હતી.

રામેશ્વર બ્રુટા દ્વારા રચિત હેલ્મેટ

આ હરાજીની આગેવાની સંખો ચૌધરી, પ્રોદોશ દાસ ગુપ્તા અને સોમનાથ હોરેના સ્થાપત્યકારોના જૂથ દ્વારા લેવામાં આવી હતી. રાજા રવિ વર્મા પોર્ટ્રેઇટ આર્ટિસ્ટ તરીકે ખૂબ જ ખ્યાતનામ હતા, પરંતુ ઓલિયોગ્રાફ્સ દ્વારા નવી વિઝ્યુઅલ વોકેબ્યુલરી પણ રજૂ કરી હતી.
તેમણે ભારતની પણ ઓલિયોગ્રાફી પ્રેસની સ્થાપના લોનાવાલામાં કરી હતી જે રવિ વર્મા ઓલિયોગ્રાફિક એન્ડ ક્રોમોલીથોગ્રાફિક પ્રિન્ટિંગ વર્કશોપ તરીકે જાણીતું છે.
રાજા રવિ વર્મા કેવી રીતે પાશ્ચાત્ય વિષયને રજૂ કરી શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ તિલોત્તમા પેઇન્ટિંગ છે. તેમણે વેદિક પૌરાણિક કથાઓ તેમ જ રામાયણ-મહાભારતનું ચિત્રણ કર્યું હતું. તિલોત્તમા પેઇન્ટિંગમાં તેમણે હિન્દુ પૌરાણિક કથામાંની અપ્સરાનું ચિત્રણ કર્યું છે. મહાભારતમાં તિલોત્તમાની રચના બ્રહ્માની વિનંતીથી કરવામાં આવી હતી.
સોધેબીના જણાવ્યા મુજબ તિલોત્તમાને વિલિયમ એડોલ્ફ બગુરીયુના (1825-1905)ની ‘બર્થ ઓફ વીનસ’ પરથી પ્રેરણા મળી હતી.
જ્યારે ફ્રાન્સીસ ન્યુટન સોઉઝા દ્વારા રચિત પેઇન્ટિંગ ‘હેડ ઓફ એ પ્રીસ્ટ’ ખૂબ જ સુંદર અને 1950ના દાયકાનું હતું. જ્યારે ‘હેલ્મેટ’ બ્રુટાની ‘અનનોઉન સોલ્જર્સ’ર સરીઝનું છે, જે વિષય 1990ના દાયકામાં આ કલાકારે પસંદ કર્યો હતો.
બિરાક ભટ્ટાચાર્યજીના ‘અનટાઇટલ્ડ (રૂફટોપ્સ)’ પેઇન્ટિંગ તેમણે અગાઉ કોલકાતા સિટીસ્કેપ પર કરેલી સિરીઝનો હિસ્સો છે, જેમાં શહેરનાં મકાનોની છત પ્રદર્શિત કરવામાં આવી છે. નેગેટિવ અને પોઝિટિવ સ્પેસ સર્જવા આ પેઇન્ટિંગમાં તેમણે લાઇટ અને શેડોનો ઉપયોગ કર્યો હતો.(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)