સેવાભાવી સંસ્થાઓને રૂપિયા સવા બે કરોડનું દાન કરતા લેખક, કલાકર ડો. જગદીશ ત્રિવેદી

 

રાજકોટ: ગુજરાતી હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદી જેમણે સતત ત્રણ મહિનાનાં વિદેશ કાર્યક્રમોમાં ૪૧ શો કરીને એકત્રિત કરેલી લગભગ સવા બે કરોડ રૂ‚પિયા જેવી માતબર ધન રાશિ રાજયનાં વિવિધ વિસ્તારોમાં સેવા કાર્ય માટે અર્પણ કરી છે. 

બધા હાસ્ય કલાકારો પોતાના શો દરમિયાન ઉપસ્થિત શ્રોતાઓનાં ચહેરા પર હાસ્ય રેલાવતા હોય છે ત્યારે ડો. જગદીશ ત્રિવેદીએ દાનની સરવાણી વહાવીને એવા જ‚રિયાતમંદ લોકોનાં ચહેરા પર પણ હાસ્ય રેલાવ્યું છે જેઓએ ડો. જગદીશ ત્રિવેદીને નજરે જોયા, સાંભળ્યા પણ નથી હોતા! હાસ્ય કલા થકી સમાજની સેવા કરનાર ડો. જગદીશ ત્રિવેદી અન્ય હાસ્ય કલાકારો કરતા એ રીતે નોખી ભાત પાડે છે કે જેઓ પોતાની કલા થકી ધન ઉપાર્જન તો કરે છે પણ એ ધન સ્વહિત માટે સંચિત ન કરતા સમાજ સેવા માટે અર્પણ કરી દે છે.  

ફિલ્મો-સીરિયલો, ટેલિવિઝન, નાટકનાં કલાકારો, હાસ્ય કલાકારો, લોક સાહિત્યકારો સહિતની તમામ કલા જગત માટે ડો. ત્રિવેદી એક પ્રેરણાત્મક વ્યકિતત્વ છે. હાસ્યકલાકર, લેખક, કવિ, ચિંતક અને ઉમધ સમાજસેવક છે. 

જગદીશ ત્રિવેદી એ પોતાના ત્રણ મહીનાના અમેરીકા અને કેનેડાના પ્રવાસ દર‌મિયાન આ પ્રકારની મંદબુદ્ધીના બાળકોની સંસ્થા માટે બે મોટા મર્યક્રમો કર્યા હતા. ૨૭ જુલાઈના રોજ ટેનેસી રાજ્યના નેશવીલ શહેરમાં જીસીએ દ્વારા આયોજીત કાર્યક્રમ અને ૧૫મી ઓગષ્ટના રોજ ટેક્ષાસ રાજ્યના ઉલ્લાસ શહેરમાં બ્રાઈટર વિઝન ફાઉન્ડેશન દ્વારા આયોજીત મંદબુદ્ધીના બાળકો માટે તદ્દન નિ:શુલ્ક બે કાર્યક્રમો કરીને અનુક્રમે ૨૬ લાખ અને ૨૪ લાખ રૂ‚પિયા મળીને કુલ પચાસ લાખ જેવી માતબર રકમ એકત્ર કરી આપી હતી.

ડો. જગદીશ ત્રિવેદીએ આ બંને કાર્યક્રમોમાં પોતાના પુરસ્કારનું સૌપ્રથમ દાન કરીને લોકો ને ગુજરાતમાં રહેલા મંદબુદ્ધીના બાળકે માટે દાન કરવા અપીલ કરી હતી. આ પચાસ લાખમાંથી બારડોલી પાસે ખરવાસા ગામમાં આવેલી મંદબદ્ધીના બાળકેની સંસ્થાને અડતાલીસ લાખ રૂ‚પિયા તેમજ ભાવનગરની અંકુર મંદબુદ્ધીના બાળકેની સંસ્થાને એક લાખ ‚પિયા અને વઢવાણની જીવનસ્મૃતિ મંદબુદ્ધીના બાળકેની સંસ્થાને એક લાખ રૂ‚પિયા મળીને ગુજરાત રાજ્યની મંદબુદ્ધીના બાળકોની ત્રણ શાળાને કુલ પચાસ લાખ રૂ‚પિયાનું દાન પહોંચતું કરેલ છે. 

અમેરીકામાં બ્રાઈટર વિઝન ફાઉન્ડેશન નામની સેવાભાવી સંસ્થા બારવેલી પાસે ખરવાસા ગામમાં આવેલી મંદબદ્ધીના બાળકોની સંસ્થા માટે પરદેશની ધરતી પર રહીને ખૂબ સુંદર સેવા કરે છે. અમેરીકાના ટેક્ષાસ રાજ્યમાં રહેતા ડાહ્યાભાઈ નાથુભાઈ પટેલ જેમણે ખરવાસાની આ સંસ્થાને જમીનનું દાન કરેલ છે અને અમેરીકા રહીને પણ આ સંસ્થાનું નિ:સ્વાર્થભાવે સંચાલન પણ કરી રહ્યાં છે.

અમેરીક્રથી અત્યાર સુધીમાં ગુજરાતની વિવિધ હોસ્પિટલ અને આ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓને આશરે દોઢ કરોડથી વધુ રકમ જગદીશ ત્રિવેદીએ પહોંચતી કરેલ છે.