સેનેટર કમલા હેરિસ 12મી મેએ યુસી બર્કલેમાં સંબોધન કરશે

0
902

વોશિંગ્ટનઃ ભારતીય-અમેરિકન સેનેટર કમલા હેરિસ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેના સ્નાતક વિદ્યાર્થીઓને 12મી મે, શનિવારે કેલિફોર્નિયા મેમોરિયલ સ્ટેડિયમમાં ચાવીરૂપ વક્તવ્ય આપશે તેમ યુનિવર્સિટીની અખબારી યાદી જણાવે છે. આ પ્રથમ વાર હેરિસ યુસી બર્કલે આયોજિત સમારંભમાં પ્રવચન આપશે. હેરિસે કહ્યું કે મારા પિતા યુસી બર્કલેમાં મળ્યા હતા, જ્યારે તેઓ સિવિલ રાઇટ્સ મુવમેન્ટ સાથે સંકળાયેલા હતા.