સેનાનાં ત્રણેય અંગોને મજબૂત બનાવીશુંઃ ઘ્ઝ઼લ્ જનરલ બિપિન રાવત

નવી દિલ્હીઃ જનરલ બિપિન રાવતને દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (ઘ્ઝ઼લ્) નિયુક્ત કરવામાં આવ્યા. આજે પહેલી જાન્યુઆરી ૨૦૨૦થી તેમણે ઘ્ઝ઼લ્ પદની જવાબદારી સંભાળી લીધી છે. પદભાર સંભાળતાં પહેલાં જનરલ બિપિન રાવત નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ત્યાર બાદ સાઉથ બ્લોકમાં ત્રણેય સેનાઓએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. નવી જવાબદારી સંભાળ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં જનરલ રાવતે કહ્યું હતું કે ઘ્ઝ઼લ્ ત્રણેય સેનાઓ પર નિયંત્રણ રાખશે. અમારે ત્રણેય સર્વિસીઝને જોડીને ત્રણ નહિ પરંતુ પાંચ કે સાત બનાવવાની છે. ઘ્ઝ઼લ્ને આ ટાસ્ક અપાયું છે. આ ઉપરાંત અમે રિસોર્સ મેનેજમેન્ટ પર પણ ધ્યાન આપીશું. ટ્રેનિંગને કઈ રીતે આગળ લઈ જઈ શકાય એના પર પણ ધ્યાન આપી શકાય. ઇન્ટિગ્રેશન તરફ ધ્યાન આપવામાં આવશે. આગળ જે પણ ટાસ્ક મળશે એને સક્ષમ રીતે પૂરું કરીશું. દરેક જવાબદારી નિભાવીશું.
આગળના પ્લાન અને રાજકારણ સંલગ્ન પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે પ્લાન કોઈને બતાવવામાં આવતો નથી. અમે લોકો રાજકારણથી દૂર રહીએ છીએ. અમે સરકારના આદેશોનું પાલન કરીએ છીએ. આંદામાન-નિકોબાર કમાન્ડને લઈને પુછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે એર ચીફ માર્શલ ધનોઆના રિટાયરમેન્ટ બાદ હું જોઇન્ટ ટીમનો ચીફ હતો. ત્યારથી આંદામાન-નિકોબાર કમાન્ડ તેમના અન્ડરમાં ચાલી રહી છે. અત્રે જણાવવાનું કે ઘ્ઝ઼લ્ ફોર સ્ટાર જનરલ પદ છે અને એ રક્ષા મંત્રાલય હેઠળ આવતો એક નવો વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેર્સના સેક્રેટરી તરીકે કામ કરશે તથા સરકારને સૈન્ય મામલાઓ પર સલાહ આપશે. સરકારે સ્પષ્ટ કરી દીધું કે ઘ્ઝ઼લ્ સીધી રીતે થળસેના, વાયુસેના અને જળસેનાના કમાન્ડ અને યુનિટ્સને કંટ્રોલ નહિ કરે, પરંતુ એની હેઠળ સેનાના ત્રણેય પાંખોના જોઇન્ટ કમાન્ડ અને ડિવિઝન હશે.