સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરની તબિયત નાજુક – સોમવારે બીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા , હજી પણ આઈસીયુમાં , તબિયતમાં ધીમો ધીમો સુધારો થઈ રહેયો છે…

0
983

 

 

   ભારતની કોકિલા, સૂરોની સામ્રાજ્ઞી , કરોડો લોકોના પ્રિય પાત્ર આદરણીય લતાજી ને તાજેતરમાં11 નવેમ્બરે મુંબઈની બીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ફેફસાને અસર થઈ હોવાથી તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. નિષ્ણાત તબીબોની ટીમ તેમની તબિયત પર નજર રાખી રહી છે. તેમના પરિવારજનોને પણ જણાવ્યું હતું કે, લતાદીદીની તબિયત સ્થિર છે. તેમની તબિયતમાં ધીમો સુધારો થઈ રહ્યો છે. તેઓને હજી આઈસીયુમાં જ રાખવામાં આવ્યા છે. હજી તેમની તબિયત ચિંતાજનક  છે. 

   લતાજીના લાખો- કરોડો પ્રશંસકો તેમને માટે ભગવાનને પ્રાથૅના કરી રહ્યા છે. દુઆઓ માગી રહ્યા છે. ગુજરાત ટાઈમ્સ પણ ઈશ્વરને નત મસ્તકે પ્રાર્થના કરે છે કે, લતાજી ને જલ્દીથી જલ્દી સાજા કરી દો. લતાજી,આપણી સંસ્કૃતિ અને ભારતીય કલાનું અમૂલ્ય રત્ન છે, આપણા કલાજગતનું ગૌરવ છે, ગરિમા છે. પરમેશ્વર તેમને જલદીથી સ્વસ્થ કરી દે એવી આશા આપણે સહુ રાખી રહ્યા છીએ.