
સૂચના અને પ્રસારણ મંત્ર્યાલયના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જાહેર કરેવા ફેક ( ખોટા કે બનાવટી) સમાચાર બાબત પત્રકારો સામે પગલાં લેવાના આદેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીઓ અમલમાં મૂકાતા અટકાવ્યો હતો. પીએમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ખોટા ( ફેક) કે બનાવટી સમાચાર બાબત આખરી નિર્ણય માત્ર પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અથવા એનબીએ જ લેશે. એ બાબતે સરકાર કોઈ જ ડખલગિરી નહિ કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચના એવમ પ્રસારણખાતાના પ્રધાન સ્મૃતિ ઈરાનીને ફેક સમાચાર અંગે મોકલવામાં આવેલા આદેશને પરત લેવા અને એને રદ કરવાનું જણાવ્યું હતું.
આ અગાઉ સૂચના – પ્રસારણ મંત્ર્યાલયે એક પરિપત્ર પ્રકાશિત કર્યો હતો. જેમાં પત્રકારોની માન્યતા બાબત કેટલાક સુધારાઓ જાહેર કરવામાં આવ્યા હતા. સમાચાર આપનારા પત્રકાર – ( એડિટર, સબ એડિટર કે ન્યૂઝ રિપોર્ટર) દ્વારા આપવામાં આવેલા સમાચાર ફેક હોય એવું પુરવાર થાય તો પહેલીવાર એ પત્રકારની માન્યતા ( પત્રકાર તરીકે કામ કરવાના એના અધિકારની યોગ્યતા ) છ મહિના માટે રદ કરય, બેવાર એવું સાબિત થાય તો એક વરસ માટે અને ત્રણ વાર એવું બને તો હંમેશા માટે એની માન્યતા રદ કરવામાં આવશે એવી જાહેરાત કરતો આદેશાત્મક પરિપત્ર પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન દ્વારા ઉપરોકત જાહેરાતને પરત લેવાની સૂચના મળતાં પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમે પત્રકાર સંગઠનો અથવા પ્રેસ કાઉન્સિલ જેવી સંસ્થાઓ સાથે મળીને ફેક ન્યૂઝના વિરોધમાં લડત ચલાવીશું. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ બાબત કોઈ પણ પત્રકાર કે સંગઠન પ્રસારણ મંત્ર્યાલયમાં તેમની સાથે સીધો સંપર્ક કરી શકે છે.