સુશાંત સિંહ રાજપૂત કેસ : સાંસદ સુબ્રમણ્યમસ્વામીએ કરી વધુ એક તપાસની સીબીઆઈ પાસે માગણી ..

 

    સુશાંત સિંહ રાજપૂતના કેસમાં રોજબરોજ નવા ખુલાસાઓ થતા રહે છે. દિશા સાલિયાનનું  અકુદરતી મૃત્યુ, ત્યારબાદ છ દિવસ પછી સુશાંત સિંહની આત્મહત્યા (?), રિયા ચક્રવર્તીની ઈડી દ્વારા થઈ રહેલી પૂછપરછ, સુપ્રીમ કોર્ટ સમક્ષ થઈ રહેલી સુનાવણી, બિહાર પોલીસ દ્વારા થઈ રહેલી તપાસ, મિડિયાના ફિલ્ડમાં રિપબ્લિક ચેનલ (અર્ણવ ગોસ્વામી) દ્વારા રજૂ કરાતા  તથ્યો – આ માહોલમાં હવે સુબ્રમણ્યમ સ્વામી સુશાંત સિંહના મુંબઈની કુપર હોસ્પિટલમાં કરાયેલા પોસ્ટ મોર્ટમ – ઓટોપ્સી અંગે શંકા વ્યક્ત કરી છે. કુપર હોસ્પિટલના ઓટોપ્સી કરનારા તબીબોની સીબીઆઈ દ્વારા ગહન તપાસ- પૂછપરછ કરવામાં આવવી જોઈએ એવી માગણી તેમણે  રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સીબીઆઈએ ડો. આર. સી. કુપર મ્યુનસિપલ હોસ્પિટલના એ પાંચ તબીબોની તપાસ કરવી જોઈએ, જેમણે સુશાંત સિંહ રાજપૂતની બોડીની ઓટોપ્સી કરી હતી. 

  સુશાંત સિંહ રાજપૂતનું શબ જે હાલતમાં હતું, તે પરિસ્થિતિએ અનેક સવાલ ઊભા કર્યા હતા. આથી જવાબદાર તબીબોની તલસ્પર્શી તપાસ થાય તેવી માગણી ચારેકોરથી કરવામાં આવી રહી છે.