સુશાંત સિંહ રાજપૂત કેસમાં નવો વળાંક : સુશાંત સિંહના પિતાએ પટનામાં પોલીસ સમક્ષ એફઆઈઆર દાખલ કરાવીઃ

Handout photo of Sushant Singh Rajput.

આ ફરિયાદ રિયા ચક્રવતી, તેમની માતા, પિતા,ભાઈ અને બે મેનેજરો વિરુધ્ધ નોંધાવવામાં આવી હતી. જેમાં સુશાત સિંહના પિતા  કે કે સિંહ  એવો આક્ષેપ કર્યો હતો કે, 2019 સુધી મારા પુત્રને કોઈ પણ જાતની આવી શારીરિક તકલીફ નહોતી. સુશાંતને કોઈ પણ પ્રકારનો માનસિક રોગ થયો નહોતો. પરંતુ રિયા સાથે પરિચય થયા બાદ અચાનક એને શું થઈ ગયું?/

 તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે,  સુશાંતના માનસિક રોગનો ઈલાજ કરવામાં આવી રહ્યો હતો તો અમારી પરવાનગી કેમ લેવામાં ના આવી. અમારી પાસેથી લેખિત કે મૌખિક સંમતિ કેમ કોઈએ લીધી નહિ..જયારે કોઈ માનસિક રીતે બીમાર હોય છે ત્યારે એના તમામ અધિકારો એના પરિવારજનો પાસે હોય છે. એ અંગે અમારી સહમતિ ના લેવામાં આવી તેનું શું કારણ હતું. જયારે રિયા ચક્રવર્તીને ખબર હતી કે મારો પુત્ર શુસાંત નાજુક માનસિક પરિસ્થિતમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે એની યોગ્ય સારૃ- સંભાળ ના લેવી, બરાબર સારવાર ના કરાવવી અને તેની સારવાર અંગેના કાગળો પોતાની સાથે લઈ જવા, મારા પુત્રને આવી હાલતમાં એકલા મૂકીને ઘર છોડીને જતું રહેવું, તેની સાથે દરેક પ્રકારનો સંપર્ક તોડી નાખવો- આ બધા પાછળ શું કારણો હતા તેની તલસ્પર્શી તપાસ થવી જોઈએ. 

 સુશાંતનો ઈલાજ કરી રહેલા તબીબોની પણ તપાસ થવી જોઈએ. તેઓ સુશાંતનો માનસિક રોગ મટાડવા માટે એની કઈ સારવાર કરતા  હતા, સુશાંતને કઈ કઈ દવાઓ આપવામાં આવતી હતી- આ બધાની વિગતો પણ પૂછવામાં આવવી જોઈએ. સુશાંત સિંહ ફિલ્મ- ઉદ્યોગ છોડીને કેરળમાં રહીને ઓર્ગેનિક ખેતી કરવા માગતો હતો. તેનો મિત્ર મહેશ પણ તેની સાથે કેરળ જવા માટે તૈયાર હતો.  પરંતુ રિયાએ સુશાંતનો વિરોધ કર્યો હતો. તેણે સુશાંતને ધમકી આપી હતીકે, તારે કાયંય જવાનું નથી. જો તું મારી વાત નહિ માને તો હું તારા માનસિક રોગના ઈલાજના બધા જ રિપોર્ટ મિડિયાના  લોકો સમક્ષ જાહેર કરી દઈશ, તું મારી વાત નહિ માને તો હું મિડિયામાં જણાવી દઈશ. હું મિડિયાને કહીશ કે, તું પાગલ થઈ ગયો છે. 

    મારા પુત્રના બેન્કના ખાતામાં 17 કરોડ રૂપિયા હતા. એવું મને એક બેન્ક સ્ટેટમેન્ટમાંથી જાણવા મળ્યું હતું. છેલ્લા એક વરસ દરમિયાન એ ખાતામાંથી 15 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સ્ફર કરવામાં આવી હતી. જેની સાથે મારા પુત્ર સુશંત સિંહને કશો સંબંધ નહોતો. હું પોલીસને વિનંતી કરું છું કે મારા પુત્રના બધા બેન્ક એકાઉન્ટની તપાસ કરવામાં આવે. મારા પુત્રના ખાતામાંથી તેમજ ક્રેડિટ કાર્ડથી રિયાએ અને એના પરિવારજનોએ કેટલી રકમની ઉચાપત કરી- અંગે સ્પષ્ટ તપાસ કરવામાં આવવી જોઈએ. 

    સુશાંત સિંહ સ્યુસાઈડ કેસમાં મુંબઈની પોલીસે રિયા ચક્રવતીની બે વાર પૂછપરછ કરી હતી. એકવાર ઍક કલાક સુધીની પોલીસ પૂછપરછ દરમિયાન પણ રિયાએ સુશાંતના ખાતામાંથી કરવામાં આવેલી નાણાની લેવડદેવડ બાબત કશો ઉલ્લેખ કર્યો નહોતો.