સુશાંત સિંહ રાજપૂત આત્મ-હત્યા કેસની તપાસ હજી મુંબઈ પોલીસ દ્વારા ચાલી રહી છેઃપોલીસે જાણીતા ફિલ્મ પત્રકાર – વિવેચક રાજીવ મસંદની 8 કલાક સુધી પૂછપરછ કરી 

Handout photo of Sushant Singh Rajput.

 

          જાણીતા ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદને સુશાંતસિંહ રાજપૂત કેસમાં  પૂછપરછ માટે 21 જુલાઈના બોલાવવામાં આવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, રાજીવ મસંદે સુશાંત સિંહ રાજપૂતને વિષે અનેક નેગેટિવ – નકારાત્મક ટીકા કરતા લેખ લખ્યા હતા. તેણે સુશાંત સિંહની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મોને નેગેટિવ રેટિંગ આપ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજીવ મસંદે કેટલાક માણસોના કહેવા પર સુશાંતની ફિલ્મોની અયોગ્ય- નકારાત્મક ટીકા  અને મૂલ્યાંકન કર્યું હતું. આ કેસમાં હજી સુધી અનેક હાઈ પ્રોફાઈલ લોકોની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ એ વાતની જાણકારી મેળવવાની કોશિશ કરી રહી છે કે, સુશાંતે કયા કારણોસર આત્મહત્યાનું પગલું ભર્યું હતં. સુશાંતના ચાહકો તેમજ કેટલાક ફિલ્મી કલાકારો અને આગેવાનો સુશાંત સિંહના કેસની તપાસ કરવા માટે પોલીસ સક્ષમ નથી એવું માની રહેયા છે, માટે કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી સતત કરી રહ્યા છે.