19 ઓગસ્ટ એક નિવેદનમાં સુશાંતના પિતાએ પોતાને તેમજ તેમની પુત્રીઓને સુશાંતના કાનૂની વારસ હોવાનું ઘોષિત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સુશાંતે એના જીવનકાળ દરમિયાન જે કંઈ ગોઠવણ કરી હોય, વકીલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, કે અન્ય પ્રોફેશનલો રોક્યા હોય – તે તમામ ગોઠવણ હવે પૂરી થયેલી જાહેર કરવામાં આવે છે. સુશાંતના પરિવારમાં માત્ર હું અને મારી પુત્રીઓ જ શામેલ છે. હું એ વાતની જાહેર ઘોષણા કરી રહ્યો છું . હવે સુશાંત વિષે કોઈએ પણ કશી વાત કરવા માટે મારી અધિકૃત પરવાનગી લેવી અનિવાર્ય છે.