સુશાંત સિંહ રાજપૂતના જિમ પાર્ટનર સુનીલ શુકલાનું નિવેદનઃ સુશાંત સિંહને બોલીવુડ દ્વારા સતત અપમાનિત કરવામાં આવતો હતો, એની ઉપેક્ષા કરાતી હતી. 

 

     સુશાંત સિંહ  રાજપૂતના કેસમાં રોજ નવા ખુલાસા થતા જાય છે. 14 જૂનના થયેલા એના મૃત્યુ ( હત્યા કે આત્મહત્યા)ના મામલાનું રહસ્ય દિનપ્રતિદિન વધુ ઘેરું બની રહ્યું છે. સુશાંત સિંહના જિમ પાર્ટનર સુનીલ શુકલાએ જણાવ્યું હતું કે, સુશાંત સિંહને બોલીવુડના લોકો દ્વારા સતત અપમાનિત કરવામાં આવતો હતો. તેણે પોતાના આરોપોની રજૂઆત કરતી ફરિયાદ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. તેણે સુશાંત સિંહનો કેસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરી હતી. સુનીલે જણાવ્યું હતું કે, સુશાંતના કેરિયરને ખતમ કરવાની કેટલાક લોકો લગાતાર કોશિશ કરી રહ્યા હતા. એક એવોર્ડ શોમાં શાહરુખ ખાને એને આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેને તેની ફિલ્મ કાય પો છે ના વિષે સવાલો પૂછવામાં આવશે, એના સંઘર્ષ તેમજ કેરિયર વિષે વાત કરવામાં આવશે એવું જણાવવવામાં આવ્યું હતું. પરંતુ વાસ્તવમાં શાહરુખે સ્ટેજ પર બોલાવીને તેને વિષે હાસ્યાસ્પદ કોમેન્ટ કરીને અપમાનિત કર્યો હતો. કરણ જોહર અને સલમાન ખાને મળીને સુશાંત સિંહનું કેરિયર ખતમ કરવાનું કાવતરું રચ્યું હતું. સુનીલના કહ્યા અનુસાર, સુશાંત સિંહ એને જિમ પાર્ટનર હતો.  તે પોતાના મનની વાતો સુનીલને કરતો હતો.સુશાંત સિંહે સુનીલને જણાવ્યું હતું કે, ભાઈ, મૈં વહાં ગયા, મેરે સાથ બહુત ગલત હો ગયા. ઉન્હોને મેરી બેઈજ્જતી કર દી.

    સુનીલે જણાવ્યું હતું કે, કરણ જોહર અને સલમાન ખાને મળીને સુશાંત સિંહનું કેરિયર ખતમ કરવાનું કાવતરું કર્યું હતું. સુશાંત સિંહને કોઈ નવી ફિલ્મનો કોન્ટ્રેકટ ના મળે એવી ગોઠવણ કરી હતી. સુશાંત સિંહ સાથે જેકલીન ફર્નાન્ડીસ ફિ્લ્મ ડ્રાઈવમાં કામ કરતી હતી. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું, તો પણ કરણે જેકલીનને રેસ3 માં ભૂમિકા ભજવવાની પરવાનગી આપી હતી, પરંત સુશાંત સિંહને બહારની કોઈ પણ ફિલ્મ સાઈન કરવા દીધી નહોતી.રેસ-3 સલમાન ખાનની ફિલ્મ હતી. જેકલીન તેમાં પણ ભૂમિકા ભજવતી હોવાને કારણે ડ્રાઈવ ફિલ્મનું શૂટિંગ લંબાતું ગયું હતું.