સુશાંત સિંહ રાજપૂતના ચાહકો શોખર કપુરને વિનંતી કરી રહ્યા છેકે, સુશાંત સિંહને પરેશાન કરનારા લોકોના નામ તમે જાહેર કરો…

 

    યુવા પ્રતિભાશીલ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ દેશના જાહેરજીવનમાં હલચલ મચાવી દીધી છે. સોશિયલ મિડિયા પર વિવિધ પ્રકારના અભિપ્રાયો રજૂ કરી  રહ્યા  છે. જાણીતા નિર્દેશક શેખર કપુરે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ કરેલા ટવીટમાં જણાવ્યું હતું કે, મને એ વાતની જાણકારી છે કે તું કયા દર્દમાંથી પસાર થઈ રહ્યો હતો. મને ખબર છે કે તને કોણે નીચું દેખાડ્યું હતું. તું મારા ખભે માથું મૂકીને રડ્યો હતો. કાશ, એ  મહિના દરમિયાન હું તારી સાથે હોત …કાશ, તું મારા સુધી પહોંચી શક્યો હોત..જે પણ થયું તે તેમના કર્મ છે. તારા નથી..હવે શેખર કપુરના આવા ટવીટ બાદ ફેન્સ સતત મેસેજ કરી રહ્યા છે, તેઓ સવાલ કરી રહ્યા છેકે, સુશાંત સિંહને હેરાન કરનારા લોકોના નામનો ખુલાસો કરો. જેથી સુશાંત સિંહને ન્યાય મળી શકે.  જોકે આ યુઝર્સના સવાલોના ઉત્તરરૂપે શેખર કપુરે જણાવ્યું હતું કે કેટલાક લોકોના નામ લેવાથી કોઈ ફાયદો નથી. જો તમે ખરેપર નિપોટિઝમ અને જૂથવાદની વિરુધ્ધ છો, તો એનો ઉગ્ર વિરોધ કરો. આખી સિસ્ટમને બદલવા માટે આપણે એક તઈને લડવું પડશે. 

        એવી પણ માહિતી જાણવા મળી હતીકે, સુશાંત સિંહના હાથમાંથી અનેક ફિલ્મો જતી રહી હતી. તેને ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. જેને કારણે સુશાંત સિંહ માનસિક રીતે પરે્શાન રહેતો હતો અને ડિપ્રેશનનો શિકાર બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here