સુશાંત સિંહ રાજપૂતના કેસ અંગે શરદ પવારનું નિવેદન

Mumbai: NCP chief and Mumbai Cricket Association President Sharad Pawar at a press conference in Mumbai on Sunday. Pawar announced that will step down as Mumbai Cricket Association chief. PTI Photo by Mitesh Bhuvad (PTI7_24_2016_000073A)

 

     એનસીપી- નેશનલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે, તેમના ભત્રીજા અને ઉપ- મુખ્યપ્રધાન અજીત પવારના પુત્ર પાર્થ પવારે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં જે નિવેદન કર્યું હતું તેને અમે લેશમાત્ર મહત્વ આપતા નથી. પાર્થ હજી અપરિપક્વ છે. મેં તો પહેલેથી જ એવાત સ્પષ્ટપણે કહી છેકે, અમને મહારાષ્ટ્રના પોલીસતંત્ર પર સો ટકા વિશ્વાસ છે. સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ કરવા માટે મુંબઈની પોલીસ સક્ષમ છે. પરંતુ અગર કોઈ એવું ઈચ્છે છેકે આ મામલાની તપાસ સીબીઆઈ દ્વારા જ થવી જોઈએ, તો એ વાતનો વિરોધ કરવાનું કોઈ કારણ નથી. શરદ પવારે પાર્થના નિવેદનને બાલિશ ગણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here